Home Crime બિલ્ડર સંજય શાહ જેલ હવાલે; 4 ના જામીન પર સુનવણી ! ૧૦...

બિલ્ડર સંજય શાહ જેલ હવાલે; 4 ના જામીન પર સુનવણી ! ૧૦ વર્ષ બુટલેગર દબોચાયો

823
SHARE
ભુજની સરકારી જમીન ખોટી રીતે મેળવવા મામલે કાયદાકીય સાણસામા આવેલ પ્રદિપ શર્માને સાંકળતા કેસમા પ્રદિપ શર્મા જેલ હવાલે થયા બાદ આજે 4 દિવસના રીમાન્ડ પર રહેલા સંજય શાહ ના રીમાન્ડ પુર્ણ થતા જેલહવાલે થયા છે સંજય શાહના રીમાન્ડ પુર્ણ થતા સંજય શાહ એ જામીન અરજી કરી હતી જેના પર 4 ઓક્ટોબર તારીખે વધુ સુનવણી હાથ ધરાશે ત્યા સુધી બિલ્ડર સંજય શાહને જેલવાસ ભોગવવો પડશે પહેલા બે દિવસ અને ત્યાર બાદ વધુ મહત્વની તપાસ માટે CID એ રીમાન્ડ મેળવ્યા હતા જો કે તપાસ દરમ્યાન શુ મહત્વની કડી મળી છે તે હજુ સામે આવ્યુ નથી
કુખ્યાત બુટલેગર પુર્વ કચ્છ LCB એ દબોચ્યો
છેલ્લા દસ વર્ષ થી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં
દસ ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરતપુ૨ રાજસ્થાનથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ -કચ્છ એ ઝડપી પાડ્યો છે
છેલ્લા વર્ષથી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ પ્રોહીબીશનના
પકડાયેલા આરોપી ભરત ઉર્ફે વિજય જીવરાજ ઠક્કર રહે. બાખાસર તા.શેડવા જી.બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યો છે આરોપી સામે પુર્વ કચ્છના વિવિધ પોલિસ મથકોએ ૧૦ ગુન્હામા સામેલ છે જેમા (૧) આદિપુર પ્રોહી.ગુ.ર.નં. ૫૦૨૦/૨૦૧૩ પ્રોહી.ક.૬૬(૧)બી,૬૫એઇ,૧૧૬બી,૮૧,(૨) આદિપુર પ્રોહી.ગુ.૨.નં. ૫૦૨૧/૨૦૧૩ પ્રોહી.ક.૬૬(૧)બી,૬૫એઇ,૧૧૬બી,૮૧,(3) હારીજ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૧૧૧/૨૦૧૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)
(૪) સામખ્યાળી પ્રોહી.ગુ.૨.નં. ૭૧૯૮/૨૧ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)
(૫) સામખ્યાળી પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં. ૦૧૦૩/૨૨ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૬) સામખ્યાળી પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં. ૦૧૬૪/૨૨ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૭) સામખ્યાળી પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં. ૨૦૩/૨૨પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧(૮) આડેસર પ્રોહી.ગુ.૨.નં. ૧૧૭૪/૨૨,પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૮૩, ૯૮(૨),(૯) આડેસર પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં. ૧૨૫૮/૨૨ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૧0) ભચાઉ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૩૯/૨૩પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા આડેસર પો.સ્ટે ના પો.સબ.ઇન્સ બી.જી.રાવલ તથા એલ.સી.બી.આડેસર પો.સ્ટે
ના સ્ટાફ જોડાયો હતો