Home Crime Kutch;ભાજપ દ્વારા કરાયેલા કેસમાં કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સહીતનો નીર્દોષ છુટકારો

Kutch;ભાજપ દ્વારા કરાયેલા કેસમાં કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સહીતનો નીર્દોષ છુટકારો

1963
SHARE
કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જાડેજા યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતા દિપક ડાંગર તેમજ કચ્છ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ અશરફ સૈયદ વિરૂધ્ધ વર્ષ ૨૦૧૭ માં ભાજપના હોદેદાર રાહુલ ગોરે ભાજપની રેલી દરમ્યાન તેમના બેનર તોડી નાખવા અને ખસેડવા સંદર્ભે થયેલ નુકશાન અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ત્યારબાદ ચાર્જશીટ કરેલ તેની સમગ્ર ટ્રાયલ દરમ્યાન કોંગ્રેસના કોઈપણ હોદેદારો વિરૂધ્ધ ભાજપના કોઈપણ કાર્યકર્તા પુરાવો આપી શકેલ નહી. જેથી નામદાર અદાલતે આજરોજ તમામ કોંગ્રેસના હોદેદારોને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. જે ટ્રાયલ દરમ્યાન બચાવ પક્ષે વકિલ અમીરઅલી એમ.લોઢીયા, દિનેશ ગોહિલ, યોગેશ એમ.ચારણીયા બચાવ કરી હાજર રહેલા. મદદમાં ભાવીકા સંઘાર, મુસ્કાન લોઢીયા તથા ફિરદોષ સમા હાજર રહ્યા હતા તેવુ કોગ્રેસની એક યાદીમા જણાવાયુ હતુ બનાવની વિગતે વાત કરીએ તો વર્ષ 2017 મા ભાજપના ઋત્વીજ પટેલના એક કાર્યકમ પહેલા ટાઉનહોલ પાસે લગાવાયેલ બેનરો પર સાહિ ફેંકાઇ હતી અને બેનરો તોડી નખાયા હતા જે મામલે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી જો કે આજે આ કેસમા તમામ નિર્દોષ છોડવાનો કોર્ટે હુકમ કર્યો છે