Home Current હવે કચ્છ યુનિવર્સિટીના સંશોધકો એ ચાઈનાક્લે (કેઓલીન)ની બ્રાઇટનેશ વધારવા માટેની પદ્ધતિ વિકસાવી

હવે કચ્છ યુનિવર્સિટીના સંશોધકો એ ચાઈનાક્લે (કેઓલીન)ની બ્રાઇટનેશ વધારવા માટેની પદ્ધતિ વિકસાવી

3382
SHARE
તાજેતરમાંજ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના યુવા સંશોધકોએ ઓઇલ પ્રુફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ તૈયાર કર્યુ હતુ જે પર્યાવરણ અને મનુષ્ય માટે ખુબ ઉપયોગી સંશોધન હતુ ત્યારે હવે રસાયણશાસ્ત્ર ભવન કચ્છ યુનિવર્સિટીના યુવા સંશોધકો દ્વારા ચાઈના ક્લે (કેઓલીન) ની બ્રાઇટનેશ વધારવા માટેની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. રસાયણશાસ્ત્ર ભવન કચ્છ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ધ્વનિ મિયાત્રા ,મીત નાકર અને મહેન્દ્ર પંડીયા દ્વારા ડો. વિજય રામ અને બીજલ શુક્લના માર્ગદર્શનમાં ચાઈના ક્લે (કેઓલીન) ની બ્રાઇટનેશ વધારવાની પદ્ધતિ વિકસાવી છે. કચ્છ કે જેને લોકો સેમી એરિડ વિસ્તાર અને વિવિધ મિનરલનો ખજાના ધરાવતા વિસ્તાર તરીકે ઓળખે છે. હાલમાં કચ્છમાંથી ખુબ મોટા પ્રમાણમાં ચાઈના ક્લે મોરબી અને અંકલેશ્વર મોકલવામાં આવે છે આનું મુખ્ય કારણ ચાઇના ક્લે મરિટિયલની વિવિધ ઉપયોગીતા છે. ચાઇના ક્લે મરિટિયલ મુખ્યત્વે પેઇન્ટ કંપનીઓ જેવી કે એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ વગેરેમાં, મોરબીની ટાઇલ્સ કંપની ઓમાં તથા પેપર અને પલ્પ કંપનીઓમાં વપરાશ થાય છે. કુદરતી રીતે મળતાં ચાઇના ક્લે મરિટિયલમાં ઘણી વખત જોઈએ તેવી બ્રાઇટનેશ હોતી નથી આથી ઓછી કિંમતે તેને વેચવી પડે છે. પરંતુ જો ચાઇના ક્લે રો મરિટિયલમાંથી અમુક આયરન જેવી અશુદ્ધિ દૂર કરવામાં આવે તો ખુબ ઊંચી કિંમત મળી શકે તેમ છે. આ દિશામાં કામ કરતા એનાલિટિકલ કેમેસ્ટ્રી ભવન, કચ્છ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ધ્વનિ મિયાત્રા,મીત નાકર અને મહેન્દ્ર પંડીયા દ્વારા ડો. વિજય રામ અને બીજલ શુક્લ ના માર્ગદર્શનમાં ચાઈના ક્લે (કેઓલીન) ની બ્રાઇટનેશ વધારવાની પદ્ધતિ વિકસાવવા માટે ઘણા પ્રયોગો કાર્ય હતા અને તેનું ટેસ્ટિંગ મોરબીની જાણીતી લેબમાં કરાવ્યું હતું જેમાં ચાઈના ક્લેના વિવિધ ગ્રેડ મટીરિયલની બ્રાઇટનેશમાં ૨ થી લઇ ૧૦ યુનિટ સુધીનો વધારો જોવા મળ્યો હતો. જેનો લાભ આવનારા દિવસોમાં કચ્છ વિસ્તારના લોકોને મળશે તેવી આશા રાખવામાં આવે છે. હાલમાં ચાઈના ક્લેના વિવિધ ગ્રેડ મટીરિયલમાં વિવિધ અશુદ્ધિ દૂર કરી અને બિટોનનું પ્રમાણ જાળવવા માટેના પ્રયોગો ચાલુ છે .આ ખુબ ઉપયોગી સંશોધન કરવા બદલ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો હિરાણી અને રજીસ્ટ્રાર ડો બુટાણી દ્વારા ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા કચ્છમાં ચાઇનાક્લેનો મોટો વ્યવસાય છે ત્યારે આ સંશોધન ભવિષ્યમાં ફાયદો આપશે તેવી આશા છે.જો કે કચ્છમાં ધણા યુનીટ છે જે આવી અન્ય પધ્ધતિનો ઉપયોગ કરે છે.