કચ્છ બોર્ડર રેન્જને સાંકડતા અને બહુ ચર્ચાસ્પદ બનેલા કેસમાં અંતે ફોજદારી ફરીયાદ અને ભષ્ટ્રાચાર અધિનીયમ હેઠળ 4 પોલિસ કર્મચારી,ગાંધીધામમાં વર્ષો અગાઉ અકસ્માત સર્જનાર નબીરા પંકિલ સુનિલ મોહતા તથા શેલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા માધુભા સોઢા સામે ફરીયાદ નોંધાઇ છે. જો કે ગઇકાલથી આ મામલો ખુબ ચર્ચામાં હતો. અને મુન્દ્રા પોલિસ મથકે આ ફરીયાદ નોંધાઇ હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે માધ્યમોએ આ અંગે કચ્છના જવાબદાર પોલિસ અધિકારીને પુછતા મામલો ગુપ્ત હોવાનુ કહી વિગતો આપવાનુ ટાળ્યુ હતુ. પરંતુ નવાઇ વચ્ચે મુન્દ્રા પોલિસ મથકે આ સબબની ફરીયાદ નોંધાઇ ગઇ છે તેવી વાત દુબઇ બેઠલા એક શખ્સને ખબર પડી ગઇ હોવાની નવાઇ પમાડે તેવી ધટના સામે આવી હતી. પંકિલના પિતાના કહેવાતો ઓડીયો મેસેજ કાલે વાયરલ થયો હતો જેમાં મુન્દ્રા પોલિસ મથકે નોંધાયેલી ફરીયાદ સહિતની કેસના અન્ય લોકોની સંડોવણી દર્શાવતો ઓડિયો વાયરલ થયો હતો પરંતુ પોલિસે સમાચાર માધ્યમોને આ માહિતી આપવાથી દુર રાખ્યા હતા. જો કે આજે ડિસા ડિવીઝન પોલિસ દ્રારા પ્રેસનોટ જારી કરી વિગતો જાહેર કરાઇ છે. ફરીયાદમાં ભરત ગઢવી સહિત શેલેન્દ્રસિંહની મદદથી કાવત્રુ રચી ગોડાઉન મેનેજર આશિષ પટેલનુ અપહરણ કરી આખુ કાવત્રુ રચ્યુ હતુ. અને 3.75 કરોડની તોડ કર્યા સહિત 6 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઇ છે. જો કે આખુ કાવત્રુ કઇ રીતે ધડાયુ તેની સત્તાવાર વિગતો ધટના પ્રકાશમા આવ્યાના આટલા મહિનાઓ બાદ પણ પોલિસે જાહેર કરી નથી
મહિનાઓ બાદ ફરીયાદ નોંધાઇ
વર્ષની શરૂઆતથી ચર્ચામાં આવેલ આ સોપારી તોડકાંડ મામલો ધણા લાંબા સમયથી ચર્ચામાં છે. એક સમયે આઇ.જી રેન્જ કચેરીના નામ ખુલતા ખુદ રેન્જ આઇ,જી ચોંકી ગયા હતા અને ક્યાક તેમની સંડોવણી અંગે પણ વાતો વહેંતી થઇ હતી. જો કે થોડા મહિના અગાઉ વિવાદ થતા કીરીટસિંહ ઝાલા,ભરત ગઢવી,રણવિરસિંહ ઝાલા, તથા રાજેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા અને ત્યાર બાદ તેની સામે કાર્યવાહી કરી યોગ્ય તપાસ થશે તેવી આશા બંધાઇ હતી પરંતુ ધટનાના આટલા મહિના બાદ પોલિસે 6 ઠા મહિને અરજી કરનાર અનિલ તરૂણ પંડિતની ફરીયાદના આધારે ગુન્હો નોંધ્યો છે. જો કે સામાન્ય કિસ્સાઓમાં અપાતી ફરીયાદની વિગતો પણ ગુપ્ત રખાઇ છે. અને ઓનલાઇન એફ.આઇ.આર પણ દર્શાવામાં આવી નથી જેને લઇને માધ્યમોમાં અનેક ચર્ચા છે.કેમકે પોલિસ જે માહિતી મીડિયાને ગુપ્ત હોવાનુ કહી ટાળી રહી હતી તેની વિગત દુબઇ બેઠેલા વ્યક્તિને કઇ રીતે ખબર પડી તે તપાસ માંગી લે તેવો વિષય છે
શુ DYSP તપાસમાં મોટુ નામ ખુલ્લે તો તપાસ કરી શકે ?
કચ્છથી લઇ ગાંધીનગર સુધી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. અને તેમાં કેટલાક વ્યક્તિઓ સામે તપાસ ન થતી હોવાની ઓડીયો ક્લીપ પણ સંમયાતરે વાયરલ થતી હતી તેવામાં હવે એટલુ તો ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. કે કેસમાં અત્યાર સુધી 6 વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે અને તેની સામે મુન્દ્રા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ મુન્દ્રાના તથા બોર્ડર રેન્જમાં ફરજ બજાવતા કર્મચારીની સંડોવણી છે. પરંતુ લાંબા સમયથી ચર્ચામાં આવતા આ કિસ્સામાં કદાચ રાજ્યની મહત્વની તપાસ સંસ્થાને કેસ સોંપાય તેવી વિગતો સામે આવી રહી હતી પરંતુ હવે કચ્છ બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાકાંઠા થરાદના નાયબ પોલિસ અધિક્ષકને આ મામલાની તપાસ સોંપાઇ છે. જો કે રેન્જના કર્મચારીઓ દ્રારા થયેલી આ તપાસમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી અને આટલા મોટો તોડકાંડમાં કોઇ ઉચ્ચ અધિકારી સામેલ છે કે નહી તે તપાસ બાદ ખુલશે તેવા કિસ્સામાં ખરેખર જો કોઇ મોટુ નામ તપાસમાં ખુલ્લે તો ખરેખર ડી.વાય.એસ.પી ન્યાયીક તપાસ કરી શકે? તેવા સવાલો ચોક્કસ ઉભા થઇ રહ્યા છે. જો કે હાલ સમગ્ર મામલે ગૃહવિભાગ અને પોલિસવડાની દોરવણી હેઠળ મોનીટરીંગ થઇ રહ્યો છે ત્યારે જોવુ રહ્યુ આગળની તપાસમાં શુ કાર્યવાહી થાય છે.
પોલિસની મહત્વની રેન્જના કર્મીઓ દ્રારા થયેલા આટલા મોટાકાંડમાં આટલા મહિના સુધી શુ થયુ તેને લઇને અનેક સવાલો હજુ ઉઠી રહ્યા છે. તો સામાન્ય ગુન્હાઓ કરતા અલગ રીતે આ ગુન્હામાં તપાસ એજન્સીઓ આગળ વધી રહી છે જે અનેક સવાલો ઉભા કરી રહી છે. તો ગઇકલથી ચર્ચાસ્પદ મામલાની દુબઇ પહેલા જાણકારી પહોંચી અને માધ્યમોને બાદમાં તે પણ અનેક સવાલો ઉભા કરે છે.