ભુજ તાલુકાના કોટડા સણોસરા વચ્ચે આજે એક ટ્રકમાં આગ લાગતા કોટડાના યુવકનુ મોત થયુ છે. મગફળી લઇને જઇ રહેલી આ ટ્રકમાં વિજકંરટથી સોટસર્કીટ થતા ટ્રકમા આગ લાગી હતી. આગને પગલે ટ્રકમાં સવાર અન્ય લોકો કુદી ગયા હતા. જ્યારે કોટડાનો યુવાન રણજીત સોઢા ટ્રકમાં ફસાઇ જતા તેનુ સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ. મૃત્કને પી.એમ માટે ખસેડ્યા બાદ પધ્ધર પોલિસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમાં મગફળીનો જથ્થો ટ્રકમાં હતો અને સોટસર્કીટ થવાથી આગ લાગી હતી બનાવમાં કોની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો તે પોલિસ તપાસ કરશે હાલ સ્થાનીક યુવાનના મોતથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે.
બે ના રીમાન્ડ મળ્યા પુર્વ અધિકારી સામે ફરીયાદ
કચ્છના જુના જમીન કિસ્સાઓમાં કચ્છના તત્કાલીન અધિકારી અને તેમના નામે સામાન્ય વ્યક્તિથી સરકાર અને સ્થાનીક તંત્રના ખાસ બનેલા બિલ્ડરો અને હોટલ સંચાલકો સામે હવે કાયદાનો ગાડીયો કસાઇ રહ્યો છે. પ્રદિપ શર્માને સાંકળતા આ કેસમાં પ્રદિપ શર્મા અને સંજય શાહની ધરપકડ બાદ આ કેસમાં કુલ 4 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. જે પૈકી પુર્વ મામલતદાર વલ્વીના આ કેસમાં એક દિવસના રીમાન્ડ મળ્યા છે. જ્યારે ભુજની જાણીતી હોટલ મંગલમના માલિક પ્રકાશ વજીરાણીના બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તપાસ એજન્સીએ તપાસ દરમ્યાન સંજય અને પ્રકાશ વજીરાણી ભાગીદાર હોવાનુ ખોલ્યુ છે. ત્યારે રીમાન્ડ દરમ્યાન સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે દરમ્યાન સમગ્ર તપાસ વચ્ચે ભુજના પુર્વ નાયબ કલેકટર જે.ડી.જોષી સામે વધુ એક જમીન કેસની ફરીયાદ નોંધી છે. પધ્ધર નજીકની એક જમીનમાં સરકારને નુકશાન પહોચાડવા બદલ આ ફરીયાદ નોંધાઇ છે. ભુજ ગ્રામ્ય મામલતદાર આ કિસ્સામાં ફરીયાદી બન્યા છે. ઓદ્યોગીક હેતુ માટે ખોટી રીતે આ જમીન ફાળવી હોવાનો મામલો આ ફરીયાદ પાછળ જવાબદાર છે આમ કચ્છના જુના જમીન કિસ્સાઓ હવે ખુલ્લી રહ્યા છે જે મામલે હજુ પણ કેટલાક પુર્વ અધિકારી સહિતના વ્યક્તિની સંડોવણીની શક્યતા પણ નક્કારી સકાય નહી જો કે પુર્વ અધિકારી અને અચાનક પ્રતિષ્ઠીત બની બેઠેલા નામાકિંત વ્યક્તિ સામે ફરીયાદ અને કાર્યવાહી હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.