ભુજ તાલુકાના માનકુવા પોલિસ મથકની હદ્દમા આવતા વડઝર ગામે પાણીના ટાંકામા ડુબી જવાથી 3 ભાઇઓના મોત થયા છે બનાવ આજે સવારે 10 વાગ્યે બનાવ બન્યો હતો મુળ હાલોલ પંચમહાલના થાડીવાડા કાંટા વિસ્તારમા રહેતા અને અહી મજૂરી કામ કરતા પરિવારના 3 બાળકો આજે પાણીના ટાંકામા ડુબી જતા મોત નિપજ્યુ છે મૃત્કના પિતા મુકેશ દર્શન નાયકે સમગ્ર વિગતો જાહેર કરી હતી વડઝર નજીક બુટભવાની ફાર્મમા કામ કરતા મુકેશ નાયકના 3 એ બાળકો (1) શૈલેષ મુકેશ નાયક ઉં-10 (2) મનીષ મુકેશ નાયક ઉં-07 તથા(3) કરણ મુકેશ નાયક ઉં 5 આજે અકસ્માતે પાણીના ટાંકામા ડુબી જતા મોત નીપજ્યા છે અરજણ પટેલની વાડીમા આ પરિવાર કામ કરતો હતો બનાવની જાણ થતા મૃત્કના પિતા સહિતના લોકો તેને ભુજ જી.કે .જનરલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે 3 એ ભાઇઓને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા વડઝર વિસ્તારમા શોક ફેલાયો હતો બનાવ સંદર્ભે માનકુવા પોલિસે તપાસ કરી હતી જેમા ત્રણે બાળકો વાડીના ટાંકામા પડી જતા મોતને ભેટ્યા હોવાનુ મૃત્કના પિતાએ જણાવ્યુ હતુ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી માનકુવા પોલિસે મથકના તપાસનીસ ડી.એન.વસાવાએ તપાસ શરૂ કરી છે એકજ પરિવારના 3 ણે બાળકો મૃત્યુ પામતા પરિવારના શોક ફેલાયો છે