Home Crime ભુજમાં 3 ઘરફોડ ચોરી કરનાર નેપાળી ત્રિપુટી અંતે ઝડપાઇ! 5 માથાભારે તડીપાર

ભુજમાં 3 ઘરફોડ ચોરી કરનાર નેપાળી ત્રિપુટી અંતે ઝડપાઇ! 5 માથાભારે તડીપાર

3189
SHARE
ભુજ શહેર વિસ્તારમાં થોડા સમયથી ચોરીના ભેદ ઉકેલવાનો પોલિસને પડકાર હતો તેમાય તાજેતરમાં ભુજના ભરચક વેપારી વિસ્તારમાં બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ પોલિસને પડકાર ફેંક્યો હતો ત્યારે પોલિસે અંતે ભુજના વાણીયાવાડ વિસ્તારમાં થયેલ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા સાથે અન્ય બે ચોરીના બનાવનો ભેદ પણ ઉકેલી નાંખ્યો છે. ભુજ શહેર એ ડીવીઝન પોલિસની ટીમ લાંબા સમયથી આવી ટોળકી પર નજર રાખી બેઠી હતી દરમ્યાન ચોરીના મુદ્દામાલ સાથે સર્વેલન્સ ટીમે 3 શંકાસ્પદ વ્યક્તિઓ કંસારા બજાર નજીકથી પકડી તેની પુછપરછ કરતા તાજેતરમાંજ ગોવાળ શેરીમા થયેલ ચોરીને આ ત્રણે શખ્સોએ અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. 68,540 ના મુદ્દામાલ સાથે ભુજ શહેર એ ડીવીઝન પોલિસે જગત ઉર્ફે લાલબહાદુર શેરસીંગ સોની ઉં.32 રહે.કર્મભુમી એપાર્ટમેન્ટ ભાનુશાળીનગર મુળ અચ્છામ(નેપાળ) 2 ગાપેન્દ્ર બહાદુર ઉર્ફે ગોપી ઉર્ફે દીપક દાન બહાદુર શાહી ઉં.28 જે ભુજમાં ગાડી ધોવાનુ કામ કરે છે તે પણ ભાનુશાળી નગરમાં રહે છે. અને મુળ અચ્છામ(નેપાળ)નો છે. સાથે (3) બિનોદ ઉર્ફે નંદ બહાદુર શાહી ઉં.25 જે રસોઇ બનાવવાનુ કામ કરે છે. તે પણ અચ્છમ નેપાળનો રહેવાસી છે. તેની પાસેથી પોલિસે રોકડ રૂપીયા,દાગીના સહિત ચોરી કરવા માટેના વિવિધ ઓજાર કબ્જે કર્યા છે. ભુજ શહેરમાં ચાલુ વર્ષેજ નોધાયેલા અન્ય બે ગુન્હામાં પણ આજ શખ્સો ચોરીમાં સામેલ હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. જેથી તેની વિશેષ પુછપરછ હાથ ધરાઇ છે. ભુજ શહેર એ ડીવીઝન પોલિસના પી.આઇ આર.આઇ સોંલકી,પી.એસ.આઇ અશોક વાધેલા સહિત પોલિસ સ્ટાફના માણસો આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં જોડાયા હતા. પોલિસ તપાસમાં ભીમ બહાદુર મન બહાદુર શાહીનુ નામ પણ ખુલ્યુ છે જેને પકડવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા શખ્સો લાંબા સમયથી ભુજમાં નોકરી સાથે રાત્રી દરમ્યાન ટાર્ગેટ કરી બંધ ઘરને નિશાન બનાવતા હતા. જેનો અંતે પોલિસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલિસે જાહેર જનતાને અપિલ કરતા જણાવ્યુ હતુ કે ચોકીદાર તથા ઘરમા કામ પર રાખતા વ્યક્તિઓની યોગ્ય ઓળખ બાદ કામે રખાય તપાસ દરમ્યાન સંભવત અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા નકારી શકાય નહી
લાકડીયા અને શિકારપપુરના 5 માથાભારે શખ્સો તડીપાર
પુર્વ કચ્છના લાકડીયા અને શિકારપુર વિસ્તારના 5 માથાભારે શખ્સોને તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. પશુ અત્યાચાર અને મારીમારીના ગુન્હામાં આ સંડોવાયેલ શખ્સો સામે પૂર્વ કચ્છ પોલિસે તડીપા૨નુ શસ્ત્ર ઉગામ્યુ છે.. 5 શખ્સોને કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા.પાટણ.મો૨બી.સુરેન્દ્રનગ૨ જીલ્લાઓ માંથી તડીપા૨ ક૨વા અંગેનો હુકમ આવતા આ ઇસમોને શિકા૨પુ૨ તા-ભચાઉ તથા પગીવાંઢ વિસ્તા૨ લાકડીયા ખાતેથી પકડી પાડી તડીપા૨ હુકમની બજવણી કરી આજરોજ ઉપરોકત જીલ્લા માટે તડીપા૨ કરી જરૂરી કાર્યવાહી ક૨વામાં આવેલ છે જેમાં (૧)દિલીપ જગદીશ કોલી ઉ.વ.૨૮ ૨હે શિકા૨પુ૨ તા-ભચાઉ (૨)સલીમ રહીમ ત્રાયા ઉ.વ.૨૧ રહે શિકા૨પુ૨ તા ભચાઉ(૩)મામદશા મલીશા શેખ ઉ.વ.૨૪ ૨હે શિકા૨પુ૨ તા-ભચાઉ(૪)મામદશા જમાલશા શેખ ઉ.વ.૪૨ ૨હે શિકા૨પુ૨તા-ભચાઉ (૫)રઘુ હોથી કોલી ઉ.વ.૪૩ને 5 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. પુર્વ કચ્છ પોલિસ વિભાગના વિવિધ પોલિસ મથકો આ કાર્યવાહીમાં જોડાયા હતા