Home Current ભુજ મંદિરના સંત અક્ષરપ્રકાશ દાસજીને વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા આદેશ !

ભુજ મંદિરના સંત અક્ષરપ્રકાશ દાસજીને વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા આદેશ !

6551
SHARE
વિદેશ પ્રવાસ દરમ્યાન ભુજ સ્વામીનારાયણ મંદિરના સંત પર જાતીય સતામણીના લાગેલા આરોપમાં ને વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 62 વર્ષીય સંત અક્ષરપ્રકાશ દાસજીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયા છે. 2021માં ચર્ચામાં આવેલા આ કિસ્સામાં જે તે સમયે મામલો દબાવવા માટે ખુબ પ્રયાસો થયા હતા પરંતુ આજે brent & kilburn times નામના દર ગુરૂવારે પ્રકાશીત અખબારમાં આ સંદર્ભે એક સમાચાર છપાયા છે જેમાં 62 વર્ષીય સંત અક્ષરપ્રકાશ દાસજીને 10 નવેમ્બરે વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા જણાવાયુ હોવાનો અહેવાલ પ્રકાશીત થયો છે. ડિસેમ્બર 2021 માં કેન્ટનમાં એક યુવકે જાતીય સતામણી અંગેની જાણ ત્યાની પોલિસને કરી હતી જો કે વિવાદ થતા વિદેશ પ્રવાસ ટુંકાવી તે સમયે સંત કચ્છ પરત ફર્યા હતા. પરંતુ હવે 2 વર્ષ બાદ કોર્ટે આ મામલે સંજ્ઞાન લઇ આ મામલે એક હુકમ કર્યો હોવાનો અખબારે અહેવાલ પ્રકાશીત કર્યો છે. જો કે ભુજ મંદિરના સંતોનો આ અંગે સંપર્ક કરાતા તેઓએ આ મામલે કાઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જે તે સમયે આ મામલો સામે આવતા સમાજ અને મંદિરના સંતો આ ધટનાથી ખુબ વ્યથીત થયા હોવાની વાતો સામે આવી હતી પરંતુ કોઇએ ખુલીને આ અંગે કાઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ સંત પર આ પ્રકારના આક્ષેપ લાગતા મામલો ખુબ ચર્ચામાં આવ્યો હતો. જો કે હવે આ મામલે કોર્ટ શુ કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. સુત્રુનુ માનીએ તો જેતે સમયે વિદેશમાં થયેલી કાર્યવાહીમાં સરતી મજુરી સાથે સંતને ભારત પરત જવા માટે મંજુરી અપાઇ હતી. ધાર્મીક કાર્યક્રમ દરમ્યાન બનેલી આ ધટનાની જે તે સમયે ખુબ ચર્ચા થઇ હતી. જો કે હજુ પણ કેટલાક હરિભક્તો સંત નિર્દોષ હોવાનુ માને છે ત્યારે હવે સૌ કોઇની મીટ વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટની આગામી કાર્યવાહી તરફ મંડાઇ છે.