Home Crime Breking:ચકચારી સોપારી તોડકાંડ; પૈસાની લેતીદેતી કરનાર ભાણેજને પોલીસે ઝડપ્યો

Breking:ચકચારી સોપારી તોડકાંડ; પૈસાની લેતીદેતી કરનાર ભાણેજને પોલીસે ઝડપ્યો

1514
SHARE
કચ્છના બહુચર્ચીત એવા સોપારી તોડકાંડમાં પોલિસને બીજા એક વ્યક્તિની ધરપકડ કરવામાં સફળતા મળી છે. તપાસ દરમ્યાન પૈસાની લેતીદેતી કરવામાં જેની ભૂમીકા હતી તેવા ક્રિપાલસિંહ વાધેલાની પોલિસે ધરપકડ કરી છે. ફરીયાદમાં સામેલ ક્રાઇમબ્રાન્ચના કીરીટસિંહ ઝાલાનો તે ભાણેજ થાય છે. તપાસ દરમ્યાન પંકિલની પુછપરછ અને પોલિસે કરેલી તપાસમાં 3.75 કરોડના તોડકાંડમાં જે પૈસાની લેતીદેતી થઇ તે વ્યવહારમાં ક્રિપાલસિંહ વાધેલાએ ભુમીકા ભજવી હતી. હવે આગળની તપાસમાં ફરાર 4 પોલિસ કર્મચારી અને ખાસ કરીને કીરીટસિંહની કડી મેળવવા માટે આ મહત્વની ધરપકડ સાબિત થશે આરોપીના રીમાન્ડ મેળવી પોલીસ દ્રારા તેની ઉંડાણ પુર્વકની તપાસ કરાશે આ મામલે મુખ્ય ફરીયાદમાં કુલ 6 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં 4 પોલીસ કર્મચારી,પંકિલ મોહતા તથા પુર્વ કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી સ્વ એ.કે.જાડેજાના ભાણેજનો સમાવેશ થાય છે. જો કે હવે તેમાં ફરીયાદ નોંધાયા બાદ તપાસ કરી પોલિસે વધુ એક વ્યકિતની ભુમીકા ખોલી છે. પંકિલ પણ પૈસાની લેતીદેતીમાં મુખ્ય વ્યક્તિ હતો અને હાલ 7 દિવસના રીમાન્ડ પર છે. ત્યારે તેની તપાસમાં તોડ માટે મંગાયેલ પૈસા લેવા-પહોંચાડવા માટે ક્રિપાલસિંહની ભુમીકા ખુલી છે ત્યારે જોવુ રહ્યુ હવે તેની તપાસમાં શુ મહત્વની વિગતો પોલીસને મળે છે. ક્રિપાલસિંહ વાધેલાને કીરીટસિંહને ઘરેથી તપાસ ટીમે પકડી પાડ્યો છે.આ અંગે પોલીસ મોડેથી વધુ વિગતો જાહેર કરશે