Home Current ધારાસભ્ય પુત્ર સામે અરજી કરનાર વસંત ખેતાણીએ અરજીમાં કહ્યુ જીવનો ખતરો છે...

ધારાસભ્ય પુત્ર સામે અરજી કરનાર વસંત ખેતાણીએ અરજીમાં કહ્યુ જીવનો ખતરો છે !

4221
SHARE
અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિહ જાડેજાના પુત્ર દ્રારા ખનીજ ચોરી કરાતી હોવાની ફરીયાદ અને ત્યાર બાદ થોડી કલાકોમાંજ તેના પર હુમલાની ધટનાએ સમગ્ર કચ્છમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે લોકોને વિચારતા કર્યા હતા જો કે ધટનાના આટલા દિવસો બાદ પણ હુમલો કરનાર સામે કોઇ ફરીયાદ નોંધાઇ નથી ત્યારે આજે હુમલામાં ભોગ બનેલા રાજકીય-સામાજીક આગેવાન વંસત ખેતાણીએ પોલીસને અરજી કરી પોતાની જાનને ખતરો હોવાની દહેસત વ્યક્ત કરી તાત્કાલીક કાર્યવાહી માટેની માંગ કરી છે. વસંત પટેલ ધાયલ થતા પહેલા નખત્રાણા અને પછી ભુજ સારવાર માટે ખસેડાયા હતા જો કે અરજીમાં તેને આરોપ મુક્યો છે કે પોલીસ દ્રારા તેની કોઇ ફરીયાદ લેવાઇ નથી
અરજીમાં કર્યા ગંભીર આરોપ
વસંત ખેતાણીએ અરજીમાં આક્ષેપ કર્યા છે કે તેને ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના પુત્ર સામે ખનીજ ચોરીની અરજી કર્યા બાદ સાંજે 5 વાગ્યે તેની કોડટા-જડોદર સ્થિત ઓફીસે બે માણસો આવ્યા હતા અને ધારાસભ્ય પુત્ર સામે અરજી કરે છે તેવુ કહી તેને માર માર્યો હતો અને આજે તને જીવતો નહી મુકીએ તેની ધમકી પણ આપી હતી અરજીમાં જણાવ્યા મુજબ આ બન્ને શખ્સોએ ધારાસભ્ય અને તેના પુત્રના કહેવાથી આ હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં તેને જણાવ્યુ છે કે હુમલા બાદ હુ બહાર નિકળ્યો ત્યારે કારમાં બેસી હુમલાખોર નાશી ગયા હતા અને ધમકી આપતા ગયા હતા આ તમામ બાબતોને ગંભીર ગણી પોલીસ ફરીયાદ નોંધાય અથવા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી સાથે પોતાના જીવને ખતરો હોવાની દહેસત પણ વસંત ખેતાણીએ વ્યક્ત કરી છે.
4 દિવસે પણ ફરીયાદ નહી
સામાન્ય રીતે આવા ચર્ચાસ્પદ કિસ્સામાં પોલીસ તાત્કાલીક એકશન લેતી હોય છે પંરતુ ધારાસભ્યના નામને સાંકળતા આ કિસ્સામાં સી.સી.ટી.વીમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલો થાય છે છંતા પણ હજુ ધટનાના આટલા દિવસે પોલીસ દ્રારા ફરીયાદ નોંધાઇ નથી ખુદ ધારાસભ્યએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે જે પણ આરોપી હોય તેની સામે ફરીયાદ કરી પોલીસ ઝડપી ધરપકડ કરે તેવી વાત કરી હતી સાથે તેનો પુત્ર દોષીત હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવા માટેની વાત કરી હતા છંતા હજુ સુધી આ મામલે ફરીયાદ નોંધાઇ નથી આ અરજી અંગે નખત્રાણા પી.આઇ નો સંપર્ક કરાતા તેઓએ આવી કોઇ અરજી તેમને ન મળી હોવાનુ જણાવ્યુ હતુ.
સામાન્ય કિસ્સામાં નાની ચોરી-મારમારી જેવા મામલોએ પણ તાત્કાલીક પોલીસ નોંધી લેતી હોય છે. પરંતુ ધારાસભ્યના નામને સાંકળતા આ કિસ્સામાં હજુ સુધી ફરીયાદ કેમ નોંધાઇ નથી તે એક મોટો સવાલ છે….જે પોલીસની કાર્યદક્ષતા સામે અનેક સવાલો ઉભા કરે છે. માની લઇએ કે ધારાસભ્યના પુત્ર દ્રારા આ કૃત્ય નથી થયુ પરંતુ હુમલો થયો તે વાતના તો દેખાતા પુરાવા છે જ અને હવે તો ભોગ બનનારે ગંભીર પ્રકારના આક્ષેપો સાથેની અરજી પણ કરી છે. ત્યારે ખરેખર પોલીસ આવા ગંભીર બનાવની તલસ્પર્શી તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી છે.વસંત ખેતાણીએ અગાઉ અબડાસા વિસ્તારની ચુંટણીમાં આમઆદમી પાર્ટીનુ પતિનિધીત્વ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો.