નખત્રાણામાં રાજકીય-સામાજીક આગેવાન પર હુમલો,મુન્દ્રામાં સુનીયોજીત રીતે ક્ષત્રિય યુવાન આગેવાનની હત્યાથી કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તે વચ્ચે ગાંધીધામમાં એક બે વર્ષના માસુમ બાળકની હત્યાથી ચકચાર ફેલાઇ છે. મૃત્ક બાળકના પિતા રૂદલ સરયુગ બીહારી(યાદવ) એ તેના બે વર્ષના માસુમ પુત્ર અમનકુમારની કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની ફરીયાદ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે રૂદલ તથા તેની પત્ની સુષ્મા દેવી ઝોન કાસેઝમાં મજુરી કામ કરી પેટીયુ રડે છે. ભોગ બનનારના 3 સંતોનો છે જે પૈકી બે સંતાનો વતનમાં છે અને આ પરિવાર થોડા સમયથી ગાંધીધામમાં આવી મજુરી કામ કરી પેટીયુ રડે છે. દૈનીક ક્રમ મુજબ બને પતી-પત્ની મકાન માલીક રમેશભાઇ રાવલને સોંપી જાય છે. તારીખ 28 ના આજ રીતે દંપતિ તેના સંતાનને મુકી ગયા બાદ સાંજે તેની પત્ની તેને ઘરે લઇ આવી હતી પંરતુ અચાનક રમતા-રમતા બાળક ગુમ થઇ ગયો હતો નિત્યક્રમ મુજબ પતી-પત્ની સાથે ઘરે આવતા હતા પરંતુ 28ના ફરીયાદી મોડા ઘરે પહોચ્યા હતા. અને ત્યાર બાદ તેની શોધખોળ શરૂ કરાઇ હતી. અને બે કલાક બાદ તેની લાશ ઝોન લાલ ગેટ નજીકની બાવળની ઝાડીમાંથી મળી આવી હતી પરિવારના સભ્યો બાળકોને હોસ્પિટલ લઇ ગયા હતા પંરતુ ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. માસુમ અમનના માથાના ભાગે કોઇ વસ્તુ પડે ઇજાના નિશાન મળ્યા છે. પરિવારની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં ગંભીર પ્રકારના ગુન્હામાં વધી રહેલા બનાવોને કારણે સોસિયલ મીડીયામાં પ્રબુધ્ધ નાગરીકો કાયદો વ્યવસ્થાને લઇને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે તેવામાં ગાંધીધામમા માસુમ સાથે બનેલી ધટનાનો ઉમેરો થયો છે. પરિવારે હત્યા અંગે કોઇ પર શંકા દર્શાવી નથી પરંતુ અજાણ્યા શખ્સો સામે પુત્રની હત્યા બદલ ફરીયાદ આપી છે જે આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.