મુન્દ્રાના પત્રી ગામના રાજકીય સામાજીક આગેવાનની આજે કુંદરોડી-પત્રી વચ્ચે શંકાસ્પદ હાલતમા મળેલા મૃત્દેહ કેસમા અંતે અકસ્માતની શંકાએ શરૂ થયેલી તપાસ બાદ 4 સામે હત્યાનો ગુન્હો નોંધાયો છે આજે બપોરે અંજારથી પત્રી પૃથ્વિરાજસિંહ જાડેજા આવી રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતા પ્રાગપર પોલીસે તપાસ શરુ કરી હતી સમાજ અને પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી મૃત્દેહ ન સ્વીકારવા તૈયારી દર્શાવી હતી. ત્યારે મોડી રાત્રે પોલીસે 4 વ્યક્તિ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે મૃત્ક તેમના વિસ્તારમાં ચાલી રહેલી ખનીજચોરી બાબતે ખુબ સક્રિય હતા સાથે રાજકીય રીતે પણ સક્રિય હતા જે કારણ તેની હત્યા માટે નિમીત બન્યુ છે
સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત હત્યાનુ કારણ !
આજે પી.એમ સહિતની કાર્યવાહી બાદ પોલિસે મૃત્કના ભાઇ રધુવિરસિંહ જાડેજા ની ફરીયાદના આધારે વેજીબેન વાલજી ચાડ,વાલજી કરસન ચાડ,નંદલાલ વાલજી ચાડ, તથા વિઠ્ઠલ વાલજી ચાડ સામે ફરીયાદ નોંધી છે ફરીયાદમા હત્યાનુ કારણ આરોપીની સરપંચ પુત્રી વિરૂધ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત કરવાનુ મનદુખ હોવાનુ સામે આવ્યુ છે લોડર વડે અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોચાડી હત્યા કરવા બદલ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે SP,DYSP સહિતના અધિકારીઓ બનાવ બાદ સ્થળ પર પહોચ્યા હતા આરોપીને પકડવા સહિત બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરુ કરી છે આમ રાજકીય વેરજેર હત્યા પાછળ કારણભૂત બની છે.
થોડા સમય પહેલા પણ વિવાદ થયો હતો
હજુ થોડા મહિના પહેલાજ હત્યાનો જેના પર આરોપ લાગ્યો છે તેવા વજી ચાડ ને મારમારી નો એક વીડિયો વાયરલ થયો હતો બાદમા વજી ચાડ એ લુંટ સહિતના આક્ષેપ સાથે ફરીયાદ માટે અરજી કરી હતી જે ભારે વિવાદ બાદ પોલીસ દફતરે નોંધાઇ હોવાની વિગતો પણ સામે આવી છે
રાજકીય વેરજેરમા હત્યા એ કોઇ નવી વાત નથી પરંતુ મુન્દ્રાના પત્રી ગામના ક્ષત્રિય યુવાનના અકસ્માતનો બનાવ અંતે હત્યા હોવાનુ સ્પષ્ટ થયુ છે જો કે હાલ પોલીસે પ્રાથમીક વિગતો જાહેર કરી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે બનાવ બાદ સમગ્ર કચ્છમા યુવા સામાજીક આગેવાનના મોતનુ દુખ વ્યક્ત કર્યુ હતુ પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે