Home Crime પત્રીના ક્ષત્રિય યુવાનનો અકસ્માત કે પછી ખનીજ માફીયાઓએ પતાવી નાંખ્યો?

પત્રીના ક્ષત્રિય યુવાનનો અકસ્માત કે પછી ખનીજ માફીયાઓએ પતાવી નાંખ્યો?

26226
SHARE
મુન્દ્રાના પત્રી ગામના સામાજીક આગેવાન અને ક્ષત્રિય સમાજના આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનો આજે તેની કાર નજીક જ પત્રી-કુંદરોડી રોડ પરથી મૃત્દેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પ્રાગપર પોલીસ સહિતની ટીમ ધટના સ્થળે દોડી ગઇ હતી. અને હાલ પી.એમ સહિતની કામગીરી પોલીસ દ્રારા આરંભાઇ છે જો કે બનાવની જાણ થતાજ પત્રી સહિત મુન્દ્રાના અનેક સામાજીક-રાજકીય આગેવાનો સ્થળ તથા હોસ્પિટલે દોડી ગયા હતા. મૃત્ક પૃથ્વીરાજસિંહ જાડેજા તેમના વિસ્તારમાં ચાલી રહેલી ખનીજચોરી બાબતે ખુબ ફરીયાદો કરતા હોવાનુ સામે આવ્યુ છે. જો કે પોલીસે સત્તાવાર તેમની હત્યા થઇ હોવાની પુષ્ટ્રી કરી નથી,. જો કે પત્રી ગામના આગેવાન અને પુર્વ સરપંચ ગાંગજીભાઇ મહેશ્ર્વરીએ ન્યુઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે પૃથ્વીસિંહ જાડેજા આજે કોઇ કામસર અંજાર ગયા હતા અને ત્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો સ્થળ પરથી મળેલી માહિતી મુજબ તેઓએ અકસ્માત નહી પરંતુ હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી અને લોડર દ્રારા અકસ્માત બાદ તેને મોતને ધાટ ઉતાર્યો હોવાની કહી પોલીસ તપાસ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે ખનીજ માફીયાઓ સામે તેઓ દ્રારા અવાર-નવાર કરાતી રજુઆત આ બનાવ પાછળ કારણ હોઇ શકે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ પોલીસે પરિવારના સભ્યો પાસેથી માહિતી મેળવવા સાથે ડોક્ટરી અભીપ્રાય મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવ સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃત્કના ભાઇ રધુવિરસિંહ દિલીપસિંહ જાડેજાએ પણ પોલીસને આપેલી માહિતીમાં હત્યાની શંકા વ્યક્ત કરી છે. જો કે હાલ અકસ્માતમાં  મોત કે તેની હત્યા કરી દેવાઇ તે સ્પષ્ટ થયુ નથી પંરતુ સમગ્ર કચ્છમા આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે. તો બનાવ સ્થળે પહોચેલા બે વ્યક્તિઓ પાસેથી પણ પોલીસે માહિતી મેળવી છે જે આધારે પણ તપાસ આરંભાઇ છે. ક્ષત્રિય યુવાનના મોતથી સમગ્ર મુન્દ્રામાં અરેરાટી ફેલાઇ છે.જો કે પોલીસ સ્પષ્ટ રીતે તપાસ બાદ અકસ્માત છે કે હત્યા કરાઇ છે. તે સ્પષ્ટ ન કરે ત્યા સુધી હાલ ચોક્કસ કારણ કહેવુ મુશ્કેલ છે પરંતુ પરિવાર અને અન્ય સમાજીક આગેવાનોએ હત્યા અંગે શંકા વ્યક્ત કરી છે. મૃત્ક અવાર-નવાર તેમના વિસ્તારમાં થતી ખનીજચોરી બાબતે રજુઆત કરતો હોવાનુ પણ જાણવા મળ્યુ છે.