રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 મા નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી સુધી અને ગ્રામીણ સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટવૃક્ષ બની તેનો શતાબ્દી વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે કાર્ય વિસ્તારના ભાગરૂપે કચ્છના મુખ્ય મથક ભુજમાં યોજાયેલ સ્વયંસેવકોના એકત્રીકરણમાં હજારોની મેદની ઉમટી પડતા આકર્ષણ ઉભુ થયુ હતુ કચ્છમાં આ પ્રકારને કાર્યક્રમ આયોજીતના ધટના ઓછી બની છે. 10,000 પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસગે અતિથિ વીશેષ તરીકે ઉપસ્થિત રહેલા રવિભાણ આશ્રમના પૂ. ત્રિકાલદાસજી એ સંઘના રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરી 91 વર્ષના સ્વયંસેવકની ઉપસ્થિતિ પ્રેરણાદાયી ગણાવી હતી. સ્વયંસેવક વ્યસનમુકત હોય એ અપેક્ષીત.બીજુ દિવાળીના ત્યૌહારોમાં ખરીદી આપણા દેશમા બનેલી વસ્તુની જ કરીએ. ઘી-તેલના દીવાઓ પ્રગટાવીએ. આવી નાની બાબતો જ આપણને રાષ્ટ્રભકત બનાવશે. દેશ માટે આવુ કાર્ય એ જ સાચી રાષ્ટ્રભક્તિ .સંતોએ પણ આ જ દિશા બતાવી.જેવા વિચારો વહેતા મુકાયા હતા. આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહસર કાર્યવાહ અરુણકુમારજીએ જણાવ્યું હતું કે કચ્છનો વ્યકિત ઉદ્યમી, સામાજિક કાર્યમાં સહયોગ, સંઘ પ્રત્યે વિશેષ અનુરાગ આ કચ્છી સમાજના ગુણો છે. ભારતની 75 વર્ષની યાત્રા અને સંઘ શતાબ્દી વર્ષ સૌભાગ્યથી એક સાથે ઉજવાઇ રહ્યા છે. ભારત આજે વિશ્વની પાંચમાં નંબરની મોટી અર્થવ્યવસ્થા છે. આપણી આત્મગૌરવ યુકત વિદેશીનિતિએ G-20 માં બધા દેશોને સહમત કરી પ્રસ્તાવ પારિત કર્યા. ભારતની વિભાવના વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવન્તુ સખીન: ના મંત્રને સાર્થક કરતા ઉદાહરણ સ્વરૂપે કપરા સમયે વિવિધ દેશોને વેકશીન થી લઇ અન્ન અને મેડીકલ સહાય. 75 વર્ષમા એક સામાજિક ક્રાંતિ ભારતીયોએ સર્જી છે, પછી એ આર્થિક, રમત-ગમત કે સામાજ જીવનનું કોઇ પણ ક્ષેત્ર હોય. ગુલામીના તમામ ચિન્હ મીટાવી આત્મગૌરવ થી દેશ ઉભો થયો છે. સંઘની ચાર પેઢીની યાત્રા છે જેમાં પ્રથમ પેઢીએ બીજ વાવ્યુ છે, બીજી પેઢીએ કાર્ય વિસ્તાર કર્યો છે, ત્રીજી પેઢીએ સામાજિક ક્ષેત્રે કાર્ય કર્યું અને ચોથી પેઢીએ એટલેકે વર્તમાન પેઢીએ સમાજની સજજન શક્તિને જોડી છે, આવનારી પેઢીએ સમાજ અને સંઘ એકરુપ થાય તેના પર કાર્ય કરવાનું છે. સમાજ સંઘ સાથે મળી કાર્ય કરવા માગે છે, એટલે જ સંઘ સમાજના કેન્દ્રમાં છે, અને આ ભારતીય સમાજ વિશ્વના કેન્દ્રમા છે. આથી જ વિશ્વમા તુટતા સમાજ, પર્યાવરણ, અરાજકતા,યુદ્ધના માહોલમા શાંતિ અને કલ્યાણ માટે વિશ્ર્વ ભારત તરફ જોઇ રહ્યુ છે. આવનારા પચ્ચિસ વર્ષમાં આજની આ પાંચમી પેઢીએ અમૃતકાળમાં યાત્રા કરવી પડશે. ત્યારે જ ભારતનો સુર્ય વિશ્ર્વમાં દૈદિપ્યમાન થશે.આ માટે સામાજિક એકતા ,નાગરિક કર્તવ્ય , વિકસિત સમાજ અને ગુલામીના ચિન્હોને નષ્ટ કરવાનું કાર્ય કરવુ પડશે.સ્વયંસેવકોએ પણ સર્વ વ્યાપી અને સર્વ સ્પર્શી કાર્ય તરફ આ કાર્યક્રમના માધ્યમથી. આગળ વધવાનું છે.હર ગાંવ હર ગલી હર ખુણામાં સંઘ કાર્ય લઇ જવુ પડશે. અંતે તેમણે સ્વયંસેવકોને દરેક ગામમા પ્રભાવી સંઘકાર્ય ખડુ કરવાનો દ્રઢ સંકલ્પ લેવાનો આહવાહન કર્યું હતું.અદમ્ય ઉત્સાહ અને હૃદયમાં દેશભક્તિની ભાવના સાથે સમગ્ર કચ્છના ૩૦ નગર તાલુકા અને 110 મંડળ માંથી આવેલ 10,000 પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો આવનારા સમયમાં કચ્છના ખૂણે ખૂણે સંઘની શાખાઓના વિસ્તારના દ્રઢ સંકલ્પ લીધો હતો
કાલે મુખ્યમંત્રીની શિબીરમાં હાજરી
અનેકવિધ સંકલ્પો સાથે ભુજમાં આયોજીત થયેલી રાષ્ટ્રીય કાર્યવાહીની શિબીરનો આવતીકાલથી પ્રારંભ થશે જેમાં એક લાખ સંધ કાર્યાલય ખોલવાના સંકલ્પ સહિત રાષ્ટ્રહીતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે મોહન ભાગવત પહેલાથીજ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોચી આવ્યા છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ એક સત્રમા ભાગ લેવા માટે 3 કલાકની ટુંકી મુલાકાત માટે આવી રહ્યા છે ભુપેન્દ્ર પટેલ સાથે દેશભરના આર.એસ.એસ ના અનેક મોટા જવાબદારો આ બેઠકમાં ભાગ લેશે સંત્રના અતિમ દિવસે મોહન ભાગવત કાર્યક્રરોને સંબોધન કરશે બાકીના દિવાસોમાં અલગ-અલગ વિષય તથા આર.એસ.એસ તથા રાષ્ટ્રહીતના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે 2024 પહેલાના ઇલેકશન પહેલા આ બેઠકને ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. આ પહેલા પણ આર.એસ.એની એક મહત્વની શિબીરનુ રામપર વેકરમાં આયોજન થયુ હતુ અને હવે ફરી સરહદીય જીલ્લામાં આવી શિબીર આયોજીત કરાઇ છે.