કચ્છમા ખનીજ ચોરી કરવા માટે લાંબા સમયથી કેટલાક તત્વો સક્રિય થયા છે પરંતુ ખાણખનીજ વિભાગ દ્રારા આવી પ્રવૃતિ સામે સતત રોક માટેની કાર્યવાહી થઇ રહી છે. તાજેતરમાંજ અબડાસા વિસ્તારમાં પકડાયેલી ખનીજ ચોરી ખુબ ચર્ચામાં રહી હતી અને મામલો ગાંધીનગર સુધી પહોચ્યો હતો. જો કે તે શરૂ કરવામાં કોની ભુમીકા હતી તેના પર હજુ સુધી કોઇ યોગ્ય તપાસ થઇ નથી તે વચ્ચે હાલ કચ્છમાં ખનીજ ચોરી પર લગામ લાગી છે ત્યારે કડક કાર્યવાહી વચ્ચે પણ ખનીજચોરીના પ્રયત્નો કરનાર સામે ખાણખનીજ વિભાગે કાર્યાવાહી કરી છે. જેના પર નજર કરીએ તો મદદનીશ નિયામક (ફ્લાઈગ સ્કવોર્ડ) મેહુલકુમાર શાહના માર્ગદર્શન હેઠળ માઇન્સ સુપરવાઇઝર મનોજકુમાર બી ઓઝા દ્વારા ગાંધીધામ તાલુકાના શીણાઈ ગામે એક વાહન રજીસ્ટ્રેશન નંબર જીજે-૩૯-ટી-૦૪૭૪ ને રોયલ્ટી પાસ વિના ૩૭.૨૯ મેટ્રીક ટન બ્લેક ટ્રેપ (ભૂંસી) ખનીજ વહન કરવા બદલ સિઝ કરી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ છે. ,ભૂજ તાલુકામાં ૧ ટ્રેઇલર રજીસ્ટ્રેશન નમ્બર જીજે-12-બીઝેડ-6505 માં 06.01 મેટ્રીક ટન સાદી રેતી ઓવરલોડ તથા ૧ ડમ્પર રજિસ્ટ્રેશન નમ્બર જીજે-૧૨-બીવાય-૮૫૩૭ માં રોયલ્ટી પાસ વિના ૩૮.૯૭ મેટ્રિક ટન સિલિકા ભરવા બદલ સિઝ કરી સરકારી ગોદામ ભુજ ખાતે કસ્ટડીમાં રાખવા માં આવ્યુ છે. તો થોડા સમય પહેલાજ જે વિસ્તારમાંથી ખનીજ ચોરી પકડાઇ હતી તેવા અબડાસાના રાયધણઝર વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી.જે.ગરવા તથા સર્વેયર વિક્રમસિંહ એસ. રાઠોડ દ્વારા એક હ્યુન્ડાઇ કંપનીના એક્સકેવેટર મશીન દ્વારા બેન્ટોનાઈ ખનીજના બીનધિકૃત સંગ્રહ માંથી ડમ્પર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૨-બીટી-3469માં બેન્ટોનાઈ ભરાવી આપતા પકડી પડાયુ છે. પકડાયેલ મશીન અને ડમ્પર ને સિઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ છે. તથા સંગ્રહ થયેલ બેન્ટોનાઈ ખનીજના બીનાધિકૃત સંગ્રહ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.