કચ્છના આદિપુર નજીક આવેલા લીલાશાહ ફાટક પર નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ રેલ્વે ટ્રેક પર સૂઈને રેલ રોકો આંદોલન કર્યું હતું. વર્ષોથી સમસ્યાગ્રસ્ત લોકોએ કલાકો થી બંધ ફાટક ખોલવા માટે રેલવેના ઊંચા અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ અયોગ્ય વ્યવહારથી નારાજ થયેલા લોકોએ રેલ રોકી હતી શુક્રવારે બપોરે 03:00 વાગ્યાના અરસામાં આદિપુર અને અંજાર તાલુકાના મેધપર વચ્ચે આવેલા લીલાશાહ ફાટક પર આ ઘટના બની હતી. ૩૦ મિનિટથી વધુ સમય રેલવે ફાટક ન ખુલતા નારાજ લોકોએ ફાટકમેનને રજૂઆત કરી હતી. આ સમયે ફોન પર ઉપસ્થિત રેલવેના ઊંચા અધિકારીઓએ રજૂઆત કરનારા નાગરિક સાથે અયોગ્ય ભાષાના ઉપયોગ કરતા નારાજ થયેલા લોકોએ ટ્રેન રોકીને પોતાનો વિરોધ પ્રગ્ટ કર્યો હતો. વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા ગાંધીધામ અને આદિપુર શહેરને મેઘપર સાથે જોડતા લીલાશાહ ફાટકની સમસ્યા એક દાયકાથી પણ વધુ જુની છે. અને તેના પગલે લોકોએ વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની માંગ પણ કરી છે પાંચ વર્ષ પહેલા ઓવરબ્રિજ બનાવવાની માંગ સ્વીકારાયા બાદ દોઢ વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુન ખાત મુહર્ત પણ કરાયુ હતુ. પણ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન એટલે કે જી.યુ.ડી.સી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનનાર બ્રીજનુ કામ શરૂ ન કરાયુ હોવાનો આક્ષેપ સ્થાનીક લોકોએ મીડિયા સમક્ષ કર્યો હતો. જો કે સામાન્ય નાગરીકોના ખરાબ વર્તનના આક્ષેવ વચ્ચે ધટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક લીલાશા ફાટક પર પહોંચ્યા હતા અને નારાજ નાગરિકોને સમજાવીને ફરી રેલવે વ્યવહાર શરૂ કર્યો હતો જો કે રેલવેના અધિકારીઓએ સ્વીકાર કર્યો હતો કે વધતા ઔદ્યોગિક વિકાસ સાથે રેલવેનું પરિવહન પણ વધ્યું છે ત્યારે તત્કાળ ઓવરબ્રિજ બનવો જોઈએ જો કે રેલવે વિભાગ આ સમસ્યા માટે નિમીત નથી કામ અન્ય એજન્સીને કરવાનુ હોવાનુ ઉમેર્યુ હતુ. જો કે વારંવારની સમસ્યાથી ત્રસ્ત લોકો આગામી 5 તારીખે આ મામલે વિરોધ કાર્યક્રમ આપશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. જો કે તે પહેલા લોકોએ આજે વર્ષોની સમસ્યાથી કંટાળી ટ્રેન રોકી દેતા તમામ દોડતા થયા હતા
કચ્છમાં રેલ્વે ફાટક માથાના દુખાવા સમાન
જો કે લીલાશાહ રેલવે ફાટકની વર્ષો જુની સમસ્યા એ કોઇ નવી વાત નથી આ પહેલા ગાંધીધામ ચુંગીનાકા,રાજવી ફાટક તથા ભુજથી ભચાઉ જતા માર્ગે આવતો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન હતો જે પૈકી ભચાઉ અને ચુંગીનાકા પાસે ઓવરબ્રીજ અને નવો રસ્તો બની જતા તે સમસ્યા હળવી બની છે પરંતુ હજી પણ ધણા રેલવે ક્રોસિગ છે જે માથાના દુખાવા રૂપ છે. ભુજોડી ઓવરબ્રીજ બનતા પણ લાંબો સમય લાગ્યો હતો અને તેને લઇને પણ અનેક આંદોલનો થયા હતા આજે લીલાશાહ ફાટક પર લોકોના વિરોધે અગાઉની સમસ્યાની ફરી દાય અપાવી હતી. તો તાજેતરમાંજ સાપેડા નજીક પણ રેલવે કામને કારણે ટ્રાફીક જામ સર્જાયો હતો. ત્યારે ભલે રેલવે વિભાગના કારણે સમસ્યા ન સર્જાતી હોય પરંતુ ઓવરબ્રીજ ન બન્યા હોય તેવા અનેક ફાટકો લોકો માટે દૈનીક અને વર્ષો જુની સમસ્યા છે.