શિક્ષકોની ધટ એ કચ્છની કાયમી સમસ્યા છે અવારનવાર રજુઆત છંતા કચ્છની ધણી શાળાઓ ઓછા શિક્ષકો વડે ચાલે છે ત્યારે કચ્છના પ્રાથમીક શિક્ષક વિભાગમા 867 જ્ઞાન સહાયક શિક્ષકો મળ્યા છે જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાની 700 જેટલી શાળાઓનો સ્કૂલ ઓફ એક્સેલનસ પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં આવી શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.જે પૈકી કચ્છને 1120 ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા.તા.1/11 થી 3/11 દરમ્યાન ચાલનારા સર્ટિફિકેટની વેરિકફિકેશન કામગીરીમાં કુલ 867 ઉમેદવારો એ હાજર રહી નિમણુંક હુકમો મેળવ્યા હતા.867 પૈકી ધો.1 થી 5 માં 540 ધો.6 થી 8 માં ગણિત વિજ્ઞાનના 103 ભાષાના 107 અને સામાજિક વિજ્ઞાન માં 117 શિક્ષકો હાજર રહ્યા હતા.વડી કચેરી દ્વારા મળેલ સૂચના અનુસાર હજુ બાકી રહી ગયેલ ઉમેદવારો માટે હજુ 4/11/23 ના એક દિવસ સર્ટિફિકેટ વેરી ફિકેશન કામગીરી લંબાવવામાં આવી છે. અનિવાર્ય કારણ સર હાજર નહિ રહેનાર ઉમેદવારો હજુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ હાજર રહી શકશે તેવું સંજય પરમારે વધુમાં જણાવ્યું હતું ચોક્કસથી કચ્છની શિક્ષણ વ્યવસ્થામા ન પુરાય તેવી ખોટ કાયમી રહી છે જે પુલવામા સ્થાનીક તંત્ર અને ખુદ સરકાર નિષ્ફળ રહી છે પરંતુ હવે જ્ઞાન સહાયકોના સહયોગથી કચ્છની કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ટેકો મળશે જો કે આવનારા સમયમાં કચ્છના શિક્ષણને જ્ઞાન સહાયકોની નિમણુંકથી કેટલો લાભ મળશે તે જોવુ રહ્યુ જો કે હાલ 3 દિવસથી મીડલ સ્કુલ સ્થિતી કચેરીએ નિમણુંક પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.