Home Current આજે ભુજમાં કામ છે? તો આવવાનુ ટાળજો આ મુશ્કેલી થઇ શકે છે.

આજે ભુજમાં કામ છે? તો આવવાનુ ટાળજો આ મુશ્કેલી થઇ શકે છે.

6039
SHARE
રેવન્યુ સહિત મહત્વની કચેરીઓ જ્યા આવેલી છે. તેવા ભુજમાં જો શનિવારે કોઇ કામસર આવવાનુ થાય તો જો જો ધરમનો ધક્કો ન પડે કેમકે ભુજમાં શનિવારે મુસ્લિમ ધર્મસ્થાનો પર થઇ રહેલા હુમલાના વિરોધ્ધમાં મુસ્લિમ સમાજે એક રેલીનુ આયોજન કર્યુ છે. જેના પગલે વાહનવ્યવહાર સહિતના જાહેરનામાં જીલ્લા કલેકટર દ્વારા બહાર પડાયા છે. જેના પગલે હાલમાંજ જ્યા દલિત વિરોધ્ધ દરમીયાન લોકોને મુશ્કેલી પડી હતી. તેવા જ્યુબેલી સર્કલથી લઇ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર પર રોક લગાવી અન્ય માર્ગે જવાનુ જાહેરનામુ બહાર પડાયુ છે. તેથી જો કલેકટર કચેરી સહિતની મહત્વની કચેરીમાં કામસર આવવાનુ થશે તો મહા મુશ્કેલી વચ્ચે ત્યા સુધી પહોંચી શકાશે શનિવારે સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ જાહેરનામાનો અમલ રહેશે જો કે દલિત સમાજના વિરોધ્ધ વખતે જાહેર માર્ગો પર સર્જાયેલી અફરાતફરી બાદ પોલિસે પણ આગોતરૂ આયોજન કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તો ભીડગેટથી કલેકટર કચેરી વચ્ચે આવતા તમામ મુખ્ય રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી અન્ય વૈકલ્પીક વ્યવસ્થા અંગે જાહેર યાદી બહાર પાડી છે. તો મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સમાજને અપિલ કરી આમ નાગરીકોને  કોઇ મુશ્કેલી ન સર્જાય કે કાયદો વ્યવસ્થાની સ્થિતી જોખમાય નહી તેવી અપિલ કરતા સંદેશા સોસીયલ મીડીયા અને મેસેજ મારફતે વહેતા કર્યા છે.