Home Crime BREKING; ભુજ ચીફ ઓફીસરે કાઉન્સીલને ધક્કો માર્યો ? માફીની માંગ સાથે કાઉન્સીલરો...

BREKING; ભુજ ચીફ ઓફીસરે કાઉન્સીલને ધક્કો માર્યો ? માફીની માંગ સાથે કાઉન્સીલરો ઉતર્યા વિરોધમાં !

4373
SHARE
કચ્છની બે નગરપાલીકા આજે ચર્ચામા છે એક તરફ માંડવીમાં બે કર્મચારી લાખો રૂપીયાની લાંચ લેતા આજે એ.સી.બીના હાથે ઝડપાઇ ગયા છે. ત્યા ભુજ નગરપાલીકામા ચીફ ઓફીસર અને કાઉન્સીલકરો વચ્ચે રજુઆત બાદ મામલો બીચકતા ખુદ સાશક પક્ષના 15 જેટલા કાઉન્સલીરોએ નગરપાલિકા બહાર મોર્ચો ખોલ્યો છે અને ચીફ ઓફીસર માફી માંગે તેવી માંગ કરી છે. બનાવ સદંર્ભે વિગતે વાત કરીએ તો જાદવજી નગરમાં જાહેર રસ્તા પર વેપાર કરતા નાના ધંધાર્થીઓને દિવાળી સુધી ન હટાવવા માટે કાઉન્સીલર દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજા રજુઆત કરવા માટે ગયા હતા જ્યા રજુઆત ઉગ્ર બની હતી અને કાઉન્સીલરની ફરીયાદ મુજબ ચીફ ઓફીસર દ્રારા કાઉન્સીલર દિવ્યરાજસિંહને ધક્કો મરાયો હતો અને બહાર જવા માટે કહી દેવાયુ હતુ. થોડીવારમાંજ મામલો અન્ય કાઉન્સીલર સુધી પહોચ્યો હતો અને જે મામલે કાઉન્સીલર અને જવાબદાર 4 હોદ્દેદારોએ ચીફ ઓફીસરને માફી માંગવા માટે જણાવ્યુ હતુ. જો કે તે શક્ય ન બનતા પ્રમુખ,કારોબારી ચેરમેન સહિત 15 જેટલા કાઉન્સીલરો વિરોધમાં પાલિકા કચેરી બહાર બેસી ગયા છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ નિર્ણય આવ્યો નથી પરંતુ એક તરફ કાઉન્સીલરો અને બીજી તરફ ચીફ ઓફીસર પણ મક્કમ રહેતા મામલો વધુ પેચીદો બન્યો છે. જો કે ચીફ ઓફીસરનો આ મામલે સંપર્ક થઇ શક્યો ન હતો પરંતુ કાઉન્સીલરોએ સ્પષ્ટ નારજગી સાથે માફી નહી માંગે ત્યા સુધી અહી પાલિકામાં બેઠા રહેવાની સ્પષ્ટ વાત કરી હતી. આ આજે બે ધટનાને લઇને કચ્છની બે પાલિકાઓ ચર્ચામાં આવી છે. સાત્વીકદાન ગઢવી,દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજા,ધનશ્યામ.સી.ઠક્કર,મહિદીપસિંહ જાડેજા,સહિત 15 જેટલા કાઉન્સીલરો હાલ પાલીકા કચેરીએ પહોચ્યા છે અને બનાવ સદર્ભે ટેકો જાહેર કરી ધટનાને વખોડી છે.હાલ કાઉન્સીલરો દ્રારા સી.ઓની કાર પાસે ધરણા પર બેસી ગયા છે