Home Crime Breking; મુન્દ્રા જુના બંદર પર ચોખા ભરેલા જહાજમા વિકરાળ આગ લાગતા દોડધામ...

Breking; મુન્દ્રા જુના બંદર પર ચોખા ભરેલા જહાજમા વિકરાળ આગ લાગતા દોડધામ !

1278
SHARE
તાજેતરમાં મુન્દ્રાના આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે તાજેતરમાંજ કન્ટેનર યાર્ડ સહિત 3 થી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવો બન્યા હતા જેમાં ફાયર વિભાગની સુચકતાથી મોટી જાનહાની ટળી હતી ત્યારે આજે વધુ એક આગનો બનાવ બન્યો છે. મુન્દ્રા જુના બંદર પર આ આગનો બનાવ બન્યો હતો. જેમાં ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી. જહાજમાં 600 ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ આગ લાગી જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ અદાણીના બે તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા છે. અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરી રહ્યા છે. જો કે આગને પગલે જહાજમા મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે. પ્રાથમીક વિગતો મુજબ આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને જામસલાયા રજીસ્ટર થયેલુ આ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા છે.જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે.