Home Crime કચ્છમા ત્રણ અકસ્માતમા આશાસ્પદ યુવક-યુવતી સહિત 3 ના મોત !

કચ્છમા ત્રણ અકસ્માતમા આશાસ્પદ યુવક-યુવતી સહિત 3 ના મોત !

2116
SHARE
પુર્વ કચ્છ સહિત સમગ્ર કચ્છમા ગત રાત્રીથી આજે 3 અકસ્માતો સર્જાયા હતા જેમાં 3 ના મોત થયા છે. અંજાર નજીકના ખાનીગ કંપની પાસે ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનુ મોત થયુ છે. સામાજીક ક્ષેત્રે અગ્રણી એવો ચાંદ્રાણી ગામનો યુવાન આહિર નિલેશ બાબુભાઇ (મરડ)નુ રવિવારે રાત્રે અકસ્માતમાં મોત થયુ હતુ યુવાન ગાંધીધામ તેમના પરિચીતને મુકવા જતો હતો ત્યારે કાર પલ્ટી ખાડામા પડતા યુવાનનુ મોત થયુ હતુ. આશાસ્પદ યુવાન સમાજના અનેક સંગઠન સાથે જોડાયેલો હતો. સાથે સામાજીક સેવાના કાર્યમા જોડાયેલો હતો તો બીજી તરફ સોમવારે પડાણા નજીક પણ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામ ભચાઉ હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતમાં અજાણ્યા વાહન અડફેટે એક પુરૂષ બાઇક ચાલકનુ મોત થયુ હતુ. ધટના સ્થળે યુવકના મોત મામલે ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સોમવારે રાત્રે ભુજની ભાગોળે માધાપર-ભુજોડી વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો જેમા કારે સ્કુટીને ટક્કર મારતા સવાર યુવતીનુ મોત થયુ છે બનાવની જાણ થતા પોલીસે તપાસ આરંભી છે મૃત્ક ભુજ જીલ્લા પંચાયતના ફરજ બજાવતા કર્મીના નજીકના સંબંધી હોવાનુ સ્થાનીકેથી જાણવા મળ્યુ હતુ. મૃત્ક યુવતીનુ નામ જીલ ચૌહાણ હોવાનુ પોલીસે પ્રાથમીક જણાવ્યુ હતુ બનાવ સંદર્ભે માધાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ 3 અકસ્માતમા 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.જેને લઇને પરિવાર સમાજમા શોક સાથે અરેરાટી ફેલાઇ છે….