Home Crime નલિયામા એરફોર્સ જવાનનો આપધાત ! 20 દિવસમા કચ્છમા ત્રીજા બનાવથી અરેરાટી…

નલિયામા એરફોર્સ જવાનનો આપધાત ! 20 દિવસમા કચ્છમા ત્રીજા બનાવથી અરેરાટી…

1231
SHARE
કચ્છમા ચિંતાજનક રીતે જવાનના આપધાતના કિસ્સા વધી રહ્યા છે તાજેતમાંજ ભુજ તથા ખાવડામા અલગ-અલગ સુરક્ષા એજન્સીના ફરજ બજાવતા જવાનો પોતાના સર્વીસ હથિયારથી આપધાતની ધટના તાજી છે ત્યા નલીયા એરફોર્સ સ્ટેશનમા ફરજ બજાવતા એક જવાને ફરજ દરમ્યાન પોતાના સર્વીસ હથિયારથી અપધાત કર્યો છે મંગળવારે સાંજના સમયે આ બનાવ પ્રકાશમા આવ્યો હતો જેમા પરમજીતસિંગ હરનામસિંગ નામના 39 વર્ષીય જવાને માથા પર ગોળી મારી આપધાત કર્યો હતો બનાવની જાણ થતા નલિયા તથા કોઠારા પોલીસના અધિકારીઓ તપાસ માટે દોડી ગયા હતા જવાને સાંજે એરફોર્સ સ્ટેશન ફરજ દરમ્યાન આ પગલુ ભર્યુ હતુ મૃત્ક હિમાચલ પ્રદેશનો રહેવાસી છે અને અગમ્ય કારણોસર આપધાત કરી લીધો હતો બનાવ સંદર્ભે નલિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ ટાપરીયા ચલાવી રહ્યા છે..
20 દીવસમા 3 બનાવ ચિંતાજનક !
મુશ્કેલ પરિસ્થીતમા સરહદ પર ફરજ બજાવતા જવાનોના આપધાતના કિસ્સા અગાઉ પણ કચ્છમા બન્યા છે પરંતુ માત્ર 20 દિવસ જેટલા ટુંકા ગાળામા 3 જવાને આપધાત કરી લેતા ચિંતા ફેલાઇ છે..આ પહેલા ભુજ એરફોર્સ સ્ટેશનમા ફરજ બજાવતા યોગેશકુમાર રામજીત મહેતો ઉ.23 એ પોતાના સર્વિસ હથિયારથી આપધાત કર્યો હતો યોગેશકુમાર ગરૂડ કમોન્ડોમા તૈનાત હતા તો બીજી તરફ બે જ દિવસના અંતરાલમા ખાવડા નજીકની સરહદ પર BSF મા ફરજ બજાવતા 26 વર્ષીય અજૌય બિશ્ર્વાસે પોતાની ડ્યુટી દરમ્યાન આપધાત કર્યો હતો જે બન્ને અલગ-અલગ મામલાની તપાસ ભુજ એ ડીવીઝન તથા ખાવડા પોલીસ ચલાવી રહી છે દરમ્યાન વધુ એક જવાને નલીયા એરફોર્સ સ્ટેશનમા આપધાત કર્યો છે….
પરિવારથી દુર તથા અનેક મુશ્કેલ પરિસ્થીતી વચ્ચે જવાનોના માનશીક મનોબળની હમેશા પરીક્ષા થતી હોય છે પરંતુ કચ્છમા ચિંતાજનક રીતે જવાનો પોતાનુ મનોબળ ગુમાવી આવુ પગલુ ભરી રહ્યા છે તે ચિંતાનો વિષય છે જો કે તેમના આપધાત પાછળના કારણો હજી સ્પષ્ટ નથી પરંતુ ચોક્કસથી તેમના આપધાત પાછળના કારણો શોધી આવા બનાવો બનતા અટકાવવા સામુહીક પ્રયાસો થાય તે જરૂરી છે….