Home Current ચાર વર્ષ પછી કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કર કરી રહી છે ધમાકેદાર એન્ટ્રી...

ચાર વર્ષ પછી કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કર કરી રહી છે ધમાકેદાર એન્ટ્રી ! જુવો વીડિયો

2780
SHARE
મુળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કર ગુડ લક દ્વારા ધાંસુ એન્ટ્રીથી કમ બેક કરી રહી છે. કોરોનાંનાં કપરા કાળ પછીથી દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેનો એક્શન રિમિકનો અંત હવે ટુંક સમયમા આવશે ગુજરાત ફેઈમ અભિનેત્રી કોમલ ઠક્કરે ચાર વર્ષ બાદ ઓડબોલ મોશન પિક્ચર્સની ફિલ્મ ગુડ લક દ્વારા ધાંસુ એન્ટ્રીથી કમ બેક કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓડબોલ મોશન પિક્ચર્સ તેના પ્રશંસનીય પ્રોજેક્ટ જેમકે બેહેન હોગી તેરી માટે પ્રખ્યાત છે, જેમાં રાજકુમાર રાવ અને શ્રુતિ હાસન જેવા અદભૂત કલાકારો હતા. કોમલે લંડન ખાતે ચાલી રહેલી ડ્રામા કમ કોમેડી ફિલ્મની શૂટિંગ દરમિયાનના સ્પેશિયલ પોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યાના ટૂંક સમયમાં જ દર્શકોએ ઉમળકાભેર વધાવી લીધું છે. અભિનેત્રી કોમલ આમ તો ગુજરાતી સાથે હિન્દી, રાજસ્થાની અને પંજાબી ફિલ્મોમાં પોતાનું ઉત્કૃષ્ટ દેખાવ આપી ચૂકી છે અને ટી સિરીઝ પ્લેટફોર્મ ઉપરાંત અનેક સફળ નિર્માતાઓ સાથે રહીને વિડિયો આલ્બમ પણ આપ્યા છે જેમાં હંમેશાની જેમ તેમના ચાહકોએ ખુશીભેર વખાણ કર્યા છે. હાલમાં લંડન ખાતે ગુજરાતી ભાષામાં તૈયાર થઈ રહેલી ગુડ લક ફિલ્મના શૂટિંગમાં ડેશિંગ પોઝ તેને ચાહકો માટે મુક્યા છે. લેખક પૂર્વી ગોસ્વામીએ તેમનો સંપર્ક સાધતાં પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગુડ લક ફિલ્મ ગુજરાતી ઉપરાંત મરાઠી અને પાકિસ્તાની એમ ત્રણ ભાષામાં તૈયાર કરવામાં આવશે. અને ત્રણેયની કાસ્ટ અલગ અલગ રહેશે. ગુજરાતીમાં તૈયાર થતી બોલિવૂડ સ્ટાઈલની આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં લકી નાં પાત્ર દ્વારા ચાર વર્ષની અવધિ બાદ મારા ચાહકો સામે કમ બેક કરી રહી છું. પ્રવિણ બિર્જે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સ્ક્રીનને આકર્ષિત કરવા માટે તૈયાર છે, જેમાં મારી સાથે મુખ્ય ભૂમિકામાં પ્રતિષ્ઠિત સુપરસ્ટાર લક્ષ્મીકાંત બર્ડેના દીકરા અભિનય બર્ડે જોવા મળશે. પરંતુ હવે જેટલા પણ પ્રોજેક્ટ્સ મેં સિલેક્ટ કર્યા છે તે એકબીજાથી તદ્દન જુદા સ્વરૂપમાં રજૂ થશે, એ તમામ કેરેક્ટર એવા હશે જેને હજુ સુધી દર્શકોએ મને જોઈ નહિ હોય. હું મારી જાતને અભિનય કળા દ્વારા ખૂબ સરસ રીતે પીરસવા માંગુ છું કે જેથી એક અભિનેત્રી તરીકે દર્શકો ખૂબ લાંબા સમય સુધી મને એ પાત્રો દ્વારા યાદ રાખે.”તસ્વીરો જોતા એક નવાજ અંદાજમા આ કચ્છી ખ્યાતનામ કલાકાર દર્શકોને જોવા મળશે

વિડીયો જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://youtube.com/shorts/_oEQjLhnijY?si=r5lq3iYqck6mN-QI