Home Crime અંજાર જૈન સોસાયટી લૂંટનો ભેદ ઉકેલાયો ! માત્ર મોજશોખ માટે લુંટનો પ્લાન...

અંજાર જૈન સોસાયટી લૂંટનો ભેદ ઉકેલાયો ! માત્ર મોજશોખ માટે લુંટનો પ્લાન ધડ્યો હતો..

2566
SHARE
અંજારમા એકલા રહેતા વૃધ્ધ દંપતિના ઘરે છરીની અણીએ લુંટ કરનાર આરોપીઓ પોલીસની ગીરફતમા આવી ગયા છે લુંટ કરનાર એક શખ્સ સહિત લૂંટનો માલ લેનાર અને વહેંચનાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે અંજારમાં બે દિવસ પહેલા રાત્રે જૈન કોલોનીમા એકલા રહેતા વૃધ્ધ દંપતિ પાસેથી છરીની અણીએ લુંટ કરનાર ટોળકીનો પર્દાફાસ થઇ ગયો છે.લુંટમા સામેલ એક શખ્સ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે લુંટમા સામેલ અન્ય 3 શખ્સો પોલીસ પકડથી દુર છે જેને શોધવા ટીમ કામે લાગી છે. આરોપીઓએ મહિલા પાસેથી લુંટ માટે રેકી કરાવી હતી. જેમા અંજારની જૈન સોસાયટીમા ભોગ બનનાર દંપતિ એકલા રહેતુ હોવાનુ ધ્યાને આવ્યા બાદ લુંટને અંજામ અપાયો હતો.જેમા પહેલા સવારે લુંટનુ આયોજન હતુ પરંતુ તે સફળ ન જતા રાત્રે લૂંટનો પ્લાન બનાવાયો હતો પોલીસે લુંટમા સામેલ સૌરભ વિષ્ણુ ઝા, તથા ચોરીનો માલ વહેંચવા-ખરીદવામા સામેલ જેકી યોગેશગીરી ગોસ્વામી,ધર્મેશ દિપેશ સોની,અશોક મારૂતિ પવારની ધરપકડ કરી છે પુર્વ કચ્છ પોલીસવડાએ આજે આ કેસની મહત્વની વિગતો જાહેર કરી હતી. પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આરોપી એક મહિનાથી લૂંટનો પ્લાન ધડી રહ્યા હતા જેમા નયના મહેશ પ્રજાપતિ એ રેકી કરી માહિતી આપી હતી કે જૈન કોલોનીમા એક દંપતિ એકલુ રહે છે. લુંટમા નયના,તથા ઇબ્રાહીમ હુશેન કકલ તથા એક અજાણ્યા શખ્સની સંડોવણી પણ ખુલી છે. જે ફરાર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે લુંટ બાદ સોનાના દાગીના આરોપીએ વહેંચી નાંખ્યા હતા જે મુદ્દામાલ રૂપે પોલીસે કબ્જે કર્યો છે.લુંટમા સામેલ આરોપી પૈકી સૌરભ સામે અગાઉ અંજાર,ગાંધીધામ,મુન્દ્રામા 6 ગુન્હા તથા તથા ઇબ્રાહીમ સામે અગાઉ 3 ગુન્હા નોંધાયેલા છે. હાલ અંજાર પોલીસે 4 આરોપી પકડવા સાથે અન્ય ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી ગુન્હાની ઉંડાણપુર્વકની તપાસ આરંભી છે. નવાઇની વાત એ છે જૈન આગેવાન ભરત શાહ પર હુમલો કરી લુંટ ને અંજામ આપનાર ટોળકી એ માત્ર મોજશોખ માટે આ લુંટને અંજામ આપ્યો હતો. જો કે અંજારની લૂંટનો ગુન્હો ઉકેલાયા બાદ સામાન્ય લોકોએ પણ હવે સતર્ક રહેવાની જરૂર છે. અજાણ્યા પુરૂષ જ નહી અજાણી મહિલા પણ તમારી સોસાયટીમા દેખાય તો તેની તપાસ કરવી જરૂર છે કદાચ અન્ય કામના બહાને તે રેકી કરતી નથી ને ? ખાસ કરીને જે વિસ્તારમા પરિવાર એકલુ રહેતુ હોય..