Home Crime મૌલાના સલમાન અઝહરી અને આયોજક સામે અંતે ભડકાઉ ભાષણ મામલે કચ્છમા ફરીયાદ...

મૌલાના સલમાન અઝહરી અને આયોજક સામે અંતે ભડકાઉ ભાષણ મામલે કચ્છમા ફરીયાદ !

8266
SHARE
મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરી ની મુશ્કેલી હવે વધશે ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે 31 તારીખે કચ્છના સામખીયાળીમા પણ એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયુ હતુ જેમા મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતુ ગઇકાલે મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરીયાદ નોંધાઇ છે. ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કચ્છમા પણ જુનાગઢ જેવું જ ભાષણ
મૌલાના સલમાન અઝહરીએ સામખીયાળીમા પણ જુનાગઢમા જે રીતે ઉશ્કેરણીજનક વાત કરી હતી તેવું જ કચ્છમા ભાષણ આપ્યુ હતુ ગુલશને મોહમદી ટ્રસ્ટ દ્રારા સામખીયાળીમા કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેમા મૌલાના હાજર રહ્યા હતા અને ભાષણ દરમ્યાન ધાર્મીક સ્થળનો ઉલ્લેખ કરી ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યુ હતુ ગઇકાલે વીડિયો સામે આવ્યા બાદ આજે પોલીસે કાર્યવાહી કરી છે હાલ મૌલાના ગુજરાત ATS ના કબ્જામા છે અને તેની તપાસ ચાલુ છે. ત્યારે આગામી દિવસમા મૌલાના સામે કચ્છ પોલીસ પણ કાર્યવાહી કરશે.