Home Crime ખાવડામાં મદ્રેસા બાદ અબડાસામાં બે દરગાહ સહિતના દબાણ પર ફર્યુ બુલડોઝર !

ખાવડામાં મદ્રેસા બાદ અબડાસામાં બે દરગાહ સહિતના દબાણ પર ફર્યુ બુલડોઝર !

5452
SHARE
કચ્છમાં હાલ દબાણ હટાવવાની કામગીરી સામે સ્થાનીક આગેવાનોથી લઇ સમાજમાં રોષ છે ખાસ કરીને તંત્ર દ્રારા કોમર્સીયલ દબાણો સાથે ધાર્મીક સ્થળ પર દબાણ હટાવવા માટેની તૈયારી કરાતા તેનો વિરોધ થઇ રહ્યો છે. મુન્દ્રા-માંડવીમાં નોટીસ બાદ કચ્છમા ઠેરઠેર આવેદનપત્ર અપાયુ હતુ તે વચ્ચે બે દિવસ પહેલા કચ્છના પ્રસિધ્ધ ધાર્મીક સ્થળ કાળાડુંગર વિસ્તારમાં આવતા અડચળ રૂપ દબાણો તંત્ર દ્રારા ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા હતા સાથે આ વિસ્તારમાં આવેલ બે મદ્રેસાને પણ તોડી પડાયા હતા ત્યારે આજે અબડાસામાં બે ધાર્મીક સ્થળો ઉપરાંતના દબાણો પર બુલડોઝર ફર્યુ હતુ અબડાસા તાલુકાના ભંગોરીવાઢ ખાતે આવેલ ૨ દરગાહ તોડી પાડવામાં આવી હતી સાથે ૨ પાણી નાં ટાંકા પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. અગાઉ તંત્ર દ્રારા આ મામલે નોટીસ આપવામાં આવી હતી. આગેવાનો દ્રારા આ અંગે તંત્રને રજુઆત કરી કાર્યવાહી માટે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ તંત્રએ નોટીસ બાદ સોમવારે બે દરગાહ અને બાજુમાં આવેલ પાણી નાં ટાંકા તોડી પાડ્યા હતા.ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમ્યાન એસ.ડી.એમ કે.જે.વાઘેલા,મામલદાર મહેશ કતિરા,ડીવાયએસપી સીપીઆઈ સહિત આસપાસના પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો હતો કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્રારા ૧ પીઆઇ, ૪ પીએસઆઇ, ૫૫ પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખી આ કાર્યવાહી કરાઇ હતી. તો ૧૦૮ અને ફાયર બ્રિગેડની ટીમ પણ સાથે રાખવામા આવી હતી. કચ્છમાં ધાર્મીક સ્થાન પર દબાણ હટાવવાની કામગીરી હાલ ચર્ચામાં છે તે વચ્ચે તંત્ર સરહદી જીલ્લામાં થયેલા દબાણો પર હુલડોઝર ફેરવી રહ્યુ છે. જેમાં ખાવડા બાદ હવે અબડાસામાં થયેલુ ધાર્મીક દબાણ તોડી પડાયુ છે.