કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ પુરજોશમા છે ત્યારે નખત્રાણામાં સતત બીજા દિવસે દબાણો દુર કરવાની કામગીરી ચાલુ રખાઇ હતી. જેમાં બસ સ્ટેશનનથી નખત્રાણા વથાણચોક વચ્ચેના દબાણો આજે તંત્રએ દુર કર્યા હતા. ગઇકાલે કરોડો રૂપીયાની કિંમતી જમીન પર વર્ષોથી થઇ ગયેલા દબાણો ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે દુર કરવામાં આવ્યા હતા ત્યારે આજે બીજા દિવસે નાના-મોટા 50 થી વધુ દબાણો તંત્રએ દુર કર્યા હતા. જેમાં દુકાન આગળ ઉભા કરાયેલા ઓટલા સહિતના દબાણો દુર કરાયા હતા તંત્રએ જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ અંદાજે 3000 ચો.મી જમીન જેની જંતી કિંમત 53.58 લાખ થાય છે તેના પરથી દબાણો હટાવાયા હતા. જો કે આવતીકાલે સંભવત આ કામગીરી બંધ રહેશે અને જે દબાણો દુર કરાયા છે તેના કાટમાળના યોગ્ય નિકામ માટેની કાર્યવાહી તંત્ર દ્રારા કરાશે નખત્રાણાને દબાણ મુક્ત કરવા માટે શરૂ કરાયેલી આ ઝુંબેશને કારણે અવાર-નવાર સર્જાતી ટ્રાફીક સમસ્યા સહિતના પ્રશ્ર્નોના ઉકેલ આવશે તંત્રએ કામગીરી શરૂ કરતા નખત્રાણાના વેપારી સહિતના લોકોએ આ કામગીરીને આવકારી હતી. કેમકે દબાણોને કારણે ટ્રાફીક,પાણી ભરાવાની સમસ્યા સહિત અનેક પ્રશ્ર્નો સર્જાતા હતા. આજે દબાણો દુર થઇ જતા નખત્રાણાના મુખ્ય માર્ગનો જાણે નકશો જ બદલાઇ ગયો હતો. આગામી સમયમાં મુખ્ય રસ્તા પર આવતા તમામ દબાણો તંત્ર દ્રારા દુર કરવામાં આવશે સવારથી મોડી સાંજ સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી.
કોગ્રેસની દબાણ મામલે રજુઆત
એક તરફ સમગ્ર કચ્છમાં સરકારી જમીન પર થયેલા દબાણો દુર થતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે તે વચ્ચે આજે કોગ્રેસે દબાણ હટાવ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. નખત્રાણા પ્રાન્ત કચેરીમાં રજુઆત કરતા કોગ્રેસના પ્રમુખ,વર્તમાન ચુંટણીના ઉમેદવાર સહિતના કોગ્રેસી આગેવાનોએ મૌખીક રજુઆત કરતા આક્ષેપ કર્યો હતો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયમાં ચોક્કસ સમુદાયના ધાર્મિક દબાણો દૂર કરવાના નામે તથા ગરીબોના દબાણ દૂર કરવાના નામે કચ્છની પ્રજાને સતત હેરાન કરવામાં વહીવટીતંત્ર સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. કોઈપણ રાજકીય પક્ષનું વાજિંત્ર બનવાને બદલે વહીવટી તંત્ર તટસ્થ કામગીરી કરે અને કચ્છની કોમી એકતામાં ખલેલ ન પહોંચાડે તેવી રજૂઆત કોંગ્રેસના આગેવાનોએ કરી હતી જેમાં કોગ્રેસના આગેવાનો જોડાયા હતા સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી કે આગામી સમયમાં તેના માટે કોગ્રેસ આક્રમક લડત કરશે