લાઇન રીપેરીંગની કામગીરી વચ્ચે ભુજ ટેન્કરના ભરોશે જો કે ચોક્કસ વિસ્તારમાં પાણી ટેન્કર ન મળતા હોવાના આક્ષેપ વચ્ચે કોગ્રેસે વિરોધ કરતા પોલીસ-પ્રાન્ત અધિકારીએ પહોચી મોરચો સંભાળ્યો હતો. હવે વોર્ડ મુજબ ટેન્કર ફાળવણી કરવામાં આવી સામાન્ય લોકોમાં પણ રોષ
ભુજની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા ભુજમાં સર્જાયેલી પાણી કટ્ટોકટી હવે વિકટ બનતી જાય છે. પાણી વિતરણ વ્યવસ્થા સંપુર્ણ ટેન્કર સંચાલીત થયા બાદ હવે તેના દ્રારા પણ પાણીની જરૂરીયાતને પહોંચવામાં પાલીકા નિષ્ફળ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આજે કેટેલાક વિસ્તારોમાં પાણીના ટેન્કર ન મળતા હોવાની ફરીયાદ સાથે કોગ્રેસે વિરોધ નોંધાવતા પોલીસને મોરચો સંભાળવો પડ્યો હતો. અને હવે પાણી વિતરણ વ્યવસ્થા માટે ચોક્કસ નિયમો બનાવવામા આવ્યા છે. હવે વોર્ડ વાઇઝ ટેન્કરોની ફાળવણી કરી તેના માટે ચોક્કસ જવાબદારી સોંપવામા આવી છે. સાથે પાણી વિતરણના સ્થળ પર ચુંટાયેલા સભ્યોની એન્ટ્રી આજે બંધ કરી દેવાઇ હતી જેની કારણે પોલીસ અને ચુંટાયેલા સભ્યો વચ્ચે ધર્ષણ પણ સર્જાયુ હતુ. તો ચુંટાયેલા સભ્યોએ ચીફ ઓફીસર સમક્ષ પણ ઉગ્ર રજુઆત કરી હતી.
રાવલવાડીમાં સર્જાયુ ધર્ષણ
ગઇકાલે ચોક્કસ વિસ્તારોમાં પાણી ન આવતો હોવાની કલેકટરને ફરીયાદ કર્યા બાદ આજે પણ કેટલાક વિસ્તારોમા પાણી ન પહોચતા કોગ્રેસના ચુંટાયેલા સભ્યો સહિતની ટીમ રાવલવાડી પહોંચી હતી અને વિરોધ નોંધાવતા પોલીસને આવવુ પડ્યુ હતુ તો કોગ્રેસ સાથે સ્થાનીક લોકોનો મોરચો પણ પાણીની સમસ્યા અંગે પોતાનો વિરોધ પ્રગ્ટ કર્યો હતો જો કે મામલો ઉગ્ર થાય તે પહેલા પોલીસે તમામને ત્યાથી દુર કર્યા હતા જેમા ચુંટાયેલા નગરસેવકોને પણ ત્યાથી જવુ પડ્યુ હતુ. પાણી સમસ્યા વચ્ચે વિતરણ વ્યવસ્થાને અસર ન પહોચે તે માટે પોલીસે કડક કરી કોગ્રેસને કડક શબ્દોમાં કહી પ્રાન્ત અધિકારી સાથે ત્યાની સાચી સ્થિતીનો તાગ મેળવ્યો હતો અને ચીફ ઓફીસરને જરૂરી સુચના પ્રાન્ત અધિકારી દ્રારા અપાઇ હતી જો કે થાડા સમય માટે રાવલવાડી કે જ્યાથી ટેન્કરો ભરાય છે ત્યા ભારે ગરમ માહોલ થયો હતો.
પોલીસે કોગ્રેસ-ભાજપના લોકોને દુર કર્યા
વિરોધ સાથે પોતાની માંગણી અંગે સ્થળ પર પહોચેલા કોગ્રેસના સભ્યોની રજુઆત સાંભળ્યા બાદ પોલીસે તમામને ત્યાથી જવા માટે કહ્યુ હતુ અને ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી માત્ર પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને જ ત્યા એન્ટ્રી આપી હતી તો એક સમયે ભુજના કાઉન્સીલરો પણ ત્યા પહોંચતા પોલીસે તેને પણ બહાર કાઢતા મામલો ગરમાયો હતો. ભાજપના કાઉન્સીલર ધર્મેશ ગોરને પોલીસે બહાર કાઢતા એક સમયે પોલીસ અને કાઉન્સીલર વચ્ચે ધર્ષણ સર્જાયુ હતુ જો કે પોલીસે અંતે તમામને દુર કર્યા હતા. તો અન્ય સાથી કાઉન્સીલરોને પણ ગેટ બહાર ચીફ ઓફીસરને રજુઆત કરી હતી. પોલીસના વર્તનના વિરોધ સાથે ધર્મેશ ગોરે ચીફ ઓફીસરને પણ જવાબદારો ફોન ન ઉપાડતા હોવાની ફરીયાદ કરી હતી.
ભુજમાં પાણીની કટ્ટોકટી વિકટ બની
ભુજને પાણી વિતરણ માટેની લાઇન તુટી જતા હવે તેની અસર દેખાઇ રહી છે. હવે ભુજના દરેક વિસ્તારમાં પુરતુ પાણી ન હોવાની ફરીયાદ ઉઠી છે. ટેન્કરના 300 થી વધુ ફેરા દ્રારા પાણી વિતરણ વ્યવસ્થા કરાઇ રહી છે. પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી ન મળતી હોવાની ફરીયાદ હવે વધી રહી છે. જેના ઉકેલ માટે પાલીકા કામ તો કરી રહ્યુ છે પરંતુ પાણી સમસ્યા હળવી કરવા માટે કોઇ નક્કર આયોજનના અભાવે પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. ટેન્કર રાજ વચ્ચે ભલામણ વાદ અને ખાનગી ટેન્કરો બેફામ પૈસા વસુલી રહ્યા છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી આ મામલે ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે નહી તો ભુજમાં પાણીની સમસ્યા વિકરાળ અને ઉગ્ર બનશે ભુજમાં દૈનીક પાણીની જરૂરીયાત 40 એમ.એમ.ડી છે પરંતુ હાલ માત્ર ટેન્કર દ્રારા પાણી વિતરણ થઇ રહ્યુ છે. લાઇન રીપેર થયા બાદ પણ નિયમીત પાણી માટે હજુ એક સપ્તાહ જેટલો સમય લાગશે તેવામાં ઉનાળામા પાણીની સમસ્યા વિકરાળ બને તો નવાઇ નહી જો કે હાલ પાલિકાની નિષ્ફળતા વચ્ચે તંત્ર અને પોલીસે મોરચો સંભાળ્યો છે.