Home Crime ગોઝારો શુક્રવાર ! પધ્ધર નજીક અકસ્માતમાં વધુ એકના મોતથી મૃત્યુઆંક ચાર થયો

ગોઝારો શુક્રવાર ! પધ્ધર નજીક અકસ્માતમાં વધુ એકના મોતથી મૃત્યુઆંક ચાર થયો

2489
SHARE
દિવ-સોમનાથ થી ફરીને પરત આવી રહ્યો હતો ત્યારે શુક્રવારે સવારે તુફાન કાર પુલ સાથે ટક્કરાતા ધટના સ્થળે બે સગા ભાઇ સહિત 4 ના મોત અન્ય આઠને ઇજા, હોસ્પિટલમાં આંક્રદ
કચ્છમાં અકસ્માત હવે સામાન્ય બની ગયા છે. તે પછી પુર્વ કચ્છ હોય કે પચ્છિમ કચ્છ ત્યારે શુક્રવારે વધુ અકસ્માતની એક ગોઝારી ધટના સામે આવી હતી અને પધ્ધર નજીક તુફાન કાર પુલીયા સાથે ટક્કરાતા માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યોના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા પ્રાથમીક રીતે પ્રાણી આડુ ઉતરતા તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવમાં ઇજાગ્રસ્તોને ભુજ સારવાર માટે ખસેડાયા હતા. ત્રણના મોતને પગલે હોસ્પિટલમાં આંક્રદ છવાયો હતો. બનાવની વિગતે વાત કરીએ શુક્રવારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં પધ્ધરથી બી.કે.ટી કંપની વચ્ચે આવતા એક પુલીયાની દિવાલમાં સોમનાથ થી ભુજ આવી રહેલા પરિવારની તુફાન કાર ધુસી ગઇ હતી. તુફાનનો બુકડો બોલી ગયો હતો ભુજ તાલુકાના માધાપરના બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દીવ-સોમનાથ પ્રવાસે ગયો હતો. જ્યાંથી પરત આવતી વેળાએ માર્ગ પર પ્રાણી આડું ઉતરતા તેને બચાવવા જતા તુફાન પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં બે સગા ભાઇઓ સહિત ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. દુર્ઘટનામાં માધાપરમાં રહેતા ૪૯ વર્ષિય દિનેશ સુરેન્દ્રભાઈ સોની,પપ વર્ષિય મનોજ સુરેન્દ્રભાઇ સોની અને ૬ર વર્ષિય દિલીપ હીરજીભાઈ સોનીનું મોત થયું હતું. જ્યારે જ્યારે સોની સમજના અન્ય 8થી વધુ લોકોને ઈજાઓ થતા 108 મારફતે ભુજની જનરલ હોસ્પિટલમા ખસેડાયા હતા.જ્યા સારવાર દરમ્યાન ઇજા પામેલ ગીતાબેન મનોજભાઇ સોનીનુ સારવાર દરમ્યાન મોત થતા બનાવમાં મૃત્યુઆંક વધીને ચાર થયો હતો. અકસ્માતની જાણ થતા સમાજ અને પરિવારના લોકો હોસ્પિટલમા દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં ગમગીની ભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. બનાવ સદંર્ભે પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે ૨૭૯,૩૦૪ સહિતની વિવિધ કલમો હેઠળ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
કેરા નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત
એક તરફ આજે પધ્ધર નજીક સર્જાયેલા અકસ્માતમાં સોની પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી ફેલાઇ છે. ત્યા બીજી તરફ કેરા નજીક સર્જાયેલા એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનુ મોત થતા વિસ્તારમાં ગમગીની છવાઇ છે. આજે બપોરે કેરા નજીક બાઇક અને થાર જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નારાણપરના આશાસ્પદ યુવાન પાર્થ નાનાલાલ વ્યાસ નામના 22 વર્ષીય યુવકનુ મોત નિપજ્યુ હતુ શુક્રવારે બપોરના સમયે સર્જાયો અકસ્માતથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી યુવક નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે કાર નંબર જી.જી.19 બી.ઇ-3070 ના ચાલકે તેને ટક્કર મારી હોવાની ફરીયાદ પરિવારજને આપી છે. બનાવ સંદર્ભે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.