પોલીસ તથા પરિવારના અથાગ પ્રયત્નો પછી બને બાળકોના માતા પિતા દેશના વિવિધ વિસ્તારો માં બાળકો ને શોધવા નીકળી પડ્યા હતા જે બાદ હાવડા રેલવે સ્ટેશનથી એક બાળક મળ્યા બાદ બીજો રાજસ્થાનથી મળ્યો પરિવારમાં ખુશી ફેલાઇ બાળકોને ભીખ માંગવાના કામે લગાવી દેવાયા હતા.
મુન્દ્રાની વિલ્માર કંપની નજીક રહેતા બિહારી પરિવારના બાળકો પાંચ માસ અગાઉ ગુમ થઈ ગયા હતા અને ગત 15 જાન્યુઆરી ના બને ભાઈઓ ગુમ થઈ જતા પોલીસને જાણ કરવા સાથે પરિવારે શોધ શરૂ કરી હતી. મુળ બિહારના વૈશાલીના અને હાલ મુન્દ્રા વિલ્માર કંપની પાસે રહેતા જય કિશન સહાની અને તેમના પત્ની સુમનદેવી તેમના પુત્રો અંકિત કુમાર ઉંમર 11 વર્ષ અને સચિન કુમાર 14 વર્ષ પાંચ મહિનાથી મુન્દ્રામાં થી ગુમ થયા હતા.બને ગુમ થયેલા ભાઈઓના માતા-પિતા એ પ્રાથમિક મુન્દ્રા પોલીસમાં ગુમ નોંધ કરી હતી પણ બાળકો મળ્યા ન હતા અને માતા પિતા એ કચ્છના દેરક વિસ્તારમાં શોધખોળ કરી હતી.તો સુમનદેવી અને જયકિશન એ બને પુત્રો ને શોધવા બોમ્બે ,ગોવા ,પૂના ,એમપી અને ઉજ્જૈનમાં જઈ બને પુત્રો ને શોધવા પ્રયાસો કર્યા હતા.જો કે જોગાનુજોગ બાળકો પચ્છિમ બંગાળથી મળ્યા હતા.પશ્ચિમ બંગાળમાં બાળકોને શોધવા માટે 15દિવસ સુધી માતા-પિતા પણ ભિખારી બની રહ્યા હતા.જે બાદ નાનો પુત્ર અંકિત હાવડા રેલવે સ્ટેશનમાં મળી આવતા તેણે માહિતી આપી હતી અને ભીખ માંગતી ગેંગમાં તેની સાથે બનેલી આપવીતી સંભળાવી હતી. 4 મેં ના અંકિતનો પરિવાર સાથે મિલન થયો હતો. અંકિતની પૂછપરછ કરતા તેનો મોટો ભાઈ રાજસ્થાનના બીકાનેરમાં ભીખ માંગવાનુ કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અહી કોઇ નશીલો પ્રદાર્થ આપી તેને ટ્રેન મારફતે બંગાળથી રાજસ્થાન મોકલાયો હતો અને પોલીસના સહયોગથી સચિનનું પણ પરિવાર સાથે મિલન થયું હતું. બને ભાઈઓના માતા પિતા એ જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસના પીઆઈ જે.વી.ધોળા અને જીરો પોઇન્ટ પોલીસ ચોકીના જયેન્દ્રસિંહ ઝાલાએ આર્થિક સહયોગ આપી સતત દિલાસો આપ્યો હતો.આજે સુમનદેવી અને જયકિશન તેના બન્ને બાળકો સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને નિવેદન આપ્યું હતું બને બાળકો પાંચ માસ બાદ મળી આવતા પરિવાર ખુશ નજરે પડ્યો હતો. તો પોલીસે પણ ખુશી વ્યક્ત કરી હતી. પાંચ માસથી ગુમ બન્ને બાળકોને શોધવા માટે પિતાએ સોસીયલ મિડીયામાં પણ અભીયાન ચલાવ્યુ હતુ અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ફર્યા બાદ તેના બન્ને પુત્રો અલગ-અલગ સ્થળેથી મળી આવ્યા હતા.પોલીસે પણ કાયદેસર કાર્યવાહી કરવા સાથે માનવતાના નાતે પરિવારને હુંફ આપી હતી. પાંચ માસ બાદ બન્ને બાળકો મળી આવતા પરિવારની આંખોમાં આશુ છલકાયા હતા. અને મદદ કરનાર તમામનો આભાર માન્યો હતો. પ્રાથમીક તપાસમાં રમતીયાળ બાળકો રમતા-રમતા બંગાળ પહોચ્યા બાદ ભીખ માંગવાના કામે લગાડી દેવાયા હતા પરંતુ સદ્દનશીબે તેનુ પરિવાર સાથે મિલન થયુ હતુ.