Home Current ભુજમાં ફાયર એનઓસી વગરની બે રેસ્ટોરન્ટ એક મોલ બંધ ! જુવો વિડિયો

ભુજમાં ફાયર એનઓસી વગરની બે રેસ્ટોરન્ટ એક મોલ બંધ ! જુવો વિડિયો

3970
SHARE
માત્ર ગેમઝોન નહી પરંતુ હવે ફાયર સુવિદ્યા ન હોય તેવી અન્ય ઇમારતોમા પણ તપાસ શરૂ કરાઇ છે.હોસ્પિટલ,મોલ,રેસ્ટોરન્ટ,હોટલ સહિતના સ્થળો પર તપાસ શરૂ કરાઇ અનેક સ્થળે છબરડા સામે આવ્યા લાખો કમાતા વેપારીઓએ સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા નતી રાખી
રાજકોટ અગ્નિકાંડ બાદ હવે રાજ્યભરમાં ફાયર વિભાગ સહિતના તમામ વિભોગ સફાળા જાગ્યા છે ત્યારે કચ્છમાં પણ તંત્ર હરકતમાં આવ્યુ છે. અગાઉ ભુજ,ગાંધીધામ,મુન્દ્રા,અંજાર સહિતના વિસ્તારોમાં ગેમઝોનમાં તપાસ સાથે તેને બંધ કરાવ્યા બાદ હવે અન્ય સ્થળો પર ફાયરના પુરતા સાધનો છે કે નહી તેની તપાસણી શરૂ કરાઇ છે. બુધવારે ભુજમા ફાયર વિભાગ પોલીસ સહિતની ટીમે ભુજમા અનેક સ્થળોએ તપાસ કરી હતી જે તપાસ બાદ ફાયર એન.ઓ.સી વગર ચાલતા બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઉમીયાજી અને જલેબીને બંધ કરી દેવા જણાવાયુ છે. જરૂરી કાર્યવાહી ન થાય ત્યા સુધી સામાન્ય વ્યક્તિઓ ત્યા જઇ શકશે નહી. આ ઉપરાંત ફાયર એન.ઓ.સી રીન્ય ન કરનાર ભુજના રીલાઇન્સ મોલને પણ પબ્લીક માટે શરૂ ન કરવા તાકીદ કરી બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત બે હોસ્પિટલમાં પણ ચેકીંગ કરવામા આવ્યુ હતુ જેને તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરાઇ છે.ભગત હોસ્પિટલ વાડી બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી ન હોવાથી ત્યા આવેલા તમામ ધંધા બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત એજ રોડ પર આવેલ હોટલ ધ ગ્રાન્ડ એચડીને પણ નોટીસ પાઠવવામા આવી છે. હોટલ ગ્રાન્ડ એચડી પાર્કીગ એરીયામાં હોવાનુ નોટીસમા દર્શાવાયુ છે આ ઉપરાંત તેની પાસે ફાયર એન.ઓસી પણ ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. આવતીકાલે પણ ભુજ શહેરમાં આ ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવશે.પાર્કીગ એરીયામા અન્ય ધંધા શરૂ કરી દેવાયાની ભુજમાં અનેક ફરીયાદો છે.ત્યારે માત્ર ચોક્કસ વિસ્તારો નહી પરંતુ સમગ્ર ભુજમા આવી તપાસ કરાય તે જરૂરી છે કેમકે ફાયર એન.ઓ.સી સાથે નિયમ વિરૂધ્ધ આવી અનેક ઇમારતો ઉભી કરી દેવાઇ છે. ત્યારે તેની તપાસ થાય તે પણ જરૂરી છે. ભુજના એરોપ્લેન સર્કલ નજીક અન્ડર ગ્રાઉન્ડ બનેલી હોટલ સહિત અનેક એવા સ્થળો આવેલા છે. જે નિયમ વિરૂધ્ધ બનાવી દેવાયા છે. અને ભવિષ્યમા જોખમી સાબિત થઇ શકે તેમ છે.તેમ ફાયરની સાથે આવી બિલ્ડીંગોની કાયદેસરતા ચકાસવી પણ એટલીજ જરૂરી હોવાનુ જાગૃત નાગરીકોએ જણાવ્યુ હતુ.