ભુજમાં બે દિવસના ચેકીંગ દરમ્યાન અનેક સ્થળોએ કાર્યવાહી કરાઇ ભુજ ઉપરાંત,ગાંધીધામ,અંજાર,મુન્દ્રામા પણ ચેકીંગ હાથ ધરાઇ જો કે નાના વેપારીઓ ને પુરતા માર્ગદર્શનના અભાવે મુશ્કેલીનો પણ સુર ઉઠી રહ્યો છે જેને કારણે આજે અનેક જગ્યાએ દુકાનો બંધ કરી વેપારીઓ ચેકીંગ પહેલા પણ જતા રહ્યા હતા સરકારી કચેરીમાં પોલમપોલ સામે આવી
રાજકોટની ધટના બાદ સફાળા જાગેલા તંત્રએ કચ્છમા પણ ફાયર ચકાસણીની કવાયત શરૂ કરી છે. ત્યારે આજે બીજા દિવસે ભુજમાં ફાયર એન.ઓ.સી સહિતની સરકારી ગાઇડલાઇન મુજબ તપાસ કરાઇ હતી. જેમા નગરપાલિકા,ફાયર વિભાગ તથા અન્ય સંલગ્ન તંત્ર જોડાયા હતા આ પહેલા બુધવારે રાજકોટ અગ્નિકાંડ બાદ હવે કચ્છમાં તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને ભુજમા પાંચ સ્થળોએ તપાસ કરી હતી જે તપાસ બાદ ફાયર એન.ઓ.સી વગર ચાલતા બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઉમીયાજી અને જલેબીને બંધ કરી દેવાયા હતા..તો રીલાઇન્સ મોલને પણ પબ્લીક માટે શરૂ ન કરવા તાકીદ કરી બંધ કરી દેવાયો હતો. આ ઉપરાંત બે હોસ્પિટલમાં પણ ચેકીંગ કરવામા આવ્યુ હતુ. ત્યારે આજે પણ એજ રોડ પર બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના નિયમો જળવાયા છે કે નહી તેની તપાસ કરાઇ હતી જેમાં પાંચ કોમ્પલેક્ષ સહિત હોસ્પિટલોમા તપાસ કરાઇ હતી. જે બાદ ભુજના સેવન એરોમાં આવેલી કોમર્સીયલ દુકાનો બંધ કરાવાઇ હતી. તો ભુમી કોમ્પલેક્ષ,પાનસુરીયા ડાયગ્નોસ્ટિક,આકાશદીપ કોમ્પલેક્ક્ષ,ટાઇમ સ્ક્વેર પ્રોપટી પ્રા લીમીટેડ ટોપટેન લોંજ ફાયર સેફ્ટી માટેની કોઇ વ્યવસ્થા ન રાખી હોવાથી અહી આવેલા તમામ કોમર્સીયલ પ્રતિષ્ઠાનો બંધ કરાવાયા હતા. તો ભુજના મુન્દ્રા રોડ સ્થિત લેવા પેટલ હોસ્પિટલમા ત્રીજા માળે ચેકીંગ દરમ્યાન તપાસ કરી તે વિભાગને પણ બંધ કરવી દેવાયો હતો.આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે તેવુ ચીફ ઓફીસરે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
અંજાર,ગાંધીધામ,મુન્દ્રામા ચેકીંગ
ભુજની સાથે સમગ્ર કચ્છમા નગરપાલિકા વિસ્તારમા આ રીતે ચેંકીગ શરૂ કરવામાં આવ્યુ છે જેમાં હોસ્પિટલ,હોટલ,લોકોની વધુ અવરજવર રહેતા સ્થળોમાં ફાયર સેફ્ટી સહિત તેની મંજુરી અંગેની જરૂરી તપાસ કરાઇ હતી જેમાં ગાંધીધામમાં અનેક ધાર્મીક સ્થળો પર તપાસ શરૂ કરાઇ હતી. આવતીકાલે હોસ્પિટલ સહિતના અન્ય સ્થળો પર તપાસ કરાશે તો અંજાર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસરની સુચનાથી ત્યા પણ કોમર્સીયલ ઇમારતો સહિતના સ્થળે ચેકીંગ કરાયુ હતુ.
સરકારી કચેરીમાં કોણ ચેક કરશે?
ફાયર સાધનો નિયમ મુજબ છે કે નહી અને ફાયર સેફ્ટીના સાધનો પુરતા છે કે નહી તેની તપાસ તો શરૂ કરાઇ છે. પરંતુ કેટલાક કિસ્સામાં સરકારી કચેરીમાજ એક્સપાયર થયેલી અગ્રનીસમન સાધનો હોવાનુ ધ્યાને આવ્યુ છે. ભુજ જીલ્લા પંચાયતમાં તે ધ્યાને આવ્યા બાદ સાધનો બદલી દેવાયા હતા. જો કે માત્ર ત્યાજ નહી પંરતુ હજારો લોકોની અવરજવર રહે છે તેવા ભુજ બહુમાળી બિલ્ડીંગમા પણ ફાયરના સાધનો ધુળ ખાઇ રહ્યા છે. અને જે છે તેની અવધી પુર્ણ થઇ ગઇ છે. તો અંજારમા પણ પ્રાન્ત કચેરીમાં મીડિયાના રીપોર્ટમાં સામે આવ્યુ છે કે ફાયરના સાધનોની અવધી પુર્ણ થઇ ગઇ હોવા છંતા તે રખાયા હતા ત્યારે હવે સવાલ એજ ઉઠી રહ્યો છે કે સરકારી કચેરીમાં આવુ ચેકીંગ કરી કાર્યવાહી કોણ કરશે
ભુજના વેપારીઓમા ફફડાટ
અચાનક બનેલી આકસ્મીક ગંભીર ધટના બાદ તંત્ર હવે કડક હાથે કામ લઇ રહ્યુ છે. ત્યારે બે દિવસથી ભુજમા શરૂ થયેલી કાર્યવાહીને કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. યોગ્ય સમજ વગર શુ કરવુ તે પ્રશ્ર્ન્ સાથે આજે અનેક વેપારીઓએ પોતાના ધંધા બંધ કરી નાંખ્યા હતા ત્યારે એક સુર એવો પણ ઉઠી રહ્યો હતો કે નાના વેપારીઓને ફાયર નિયમો અંગે શુ પાલન અને કાર્યવાહી કરવી તેની સમજ અપાય તો બીજી તરફ એ પણ ગણગણાટ હતો કે સરકારી વિભાગોની સાથે કેટલાક ચોક્કસ સ્થળોએ તપાસ કેમ તંત્ર દ્રારા કરાતી નથી કેમકે ભુજમાં અનેક એવી અન્ડરગ્રાઉન્ડ હોટલો સહિતના વ્યવસાયીક પ્રતિષ્ઠાનો આવેલા છે પરંતુ તે આજે પણ ધમધમી રહ્યા છે.ઓનલાઇન પ્રક્રિયામા વિલંબ સાથે મંજુરી માટે શુ પ્રક્રિયા કરવી તેની સમજ માટે પણ વેપારીઓ દોડી રહ્યા છે પરંતુ યોગ્ય ગાઇડલાઇન ન હોવાનો સુર વેપારીઓએ વ્યક્ત કર્યો હતો કેમકે ધણી મોટી દુકાનો સાથે નાની દુકાનો પણ આવેલી છે. તો તેમણે બિલ્ડીંગથી અલગ કઇ રીતે આ કાર્યવાહી કરવી તેની મુંઝવણ છે.
વેપારીએ કામદારોને તાલિમ આપી
એક તરફ વેપારીઓમા મુંઝવણ સાથે છુપો ડર કાર્યવાહીનો છે તે વચ્ચે કેટલાય વેપારીઓએ બંધ સાથે પોતાના વિસ્તારમાં ક્યારે આવશે તેની મથામણ છે. તે વચ્ચે ભુજના એક વેપારીએ તેના કર્મચારીને ફાયર સાધનો વળે આગ લાગે તો શુ કરવુ તેની તાલિમ આપવાનુ કાર્ય શરૂ કર્યુ હતુ. ભુજના ત્રિમંદિર નજીકના એરપોર્ટ રોડ પર આવેલ રીયલ પેપરીકા ના ઓનર દ્રારા તેના સ્ટાફને તાલિમ અપાઇ હતી. અને આગ લાગવાની સ્થિતીમાં સાધનો કઇ રીતે ઉપયોગ કરાય તેનુ નિર્દેશન કર્યુ હતુ.