Home Current મુસ્લિમ સમાજની રેલી શાંતીપુર્ણ રીતે સંપન : કાર્યવાહી નહી તો 17 તારીખથી...

મુસ્લિમ સમાજની રેલી શાંતીપુર્ણ રીતે સંપન : કાર્યવાહી નહી તો 17 તારીખથી અનશન

1984
SHARE
અનેક રજુઆતો અને વિરોધ પછી પણ પોલિસ દ્વારા અબડાસા અને અંજારમાં થયેલી દરગાહમાં તોડફોડ મામલે કાર્યવાહી ન કરાતા શનિવારે ભુજમાં સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજે રેલી યોજી તંત્રને અલ્ટીમેટમ આપ્યુ હતુ. અને જો 10 દિવસમાં દરગાહમાં તોડફોડ કરનાર અસામાજીક તત્વો નહી પકડાય તો ભુજમાંજ 17 તારીખથી મુસ્લિમ આગેવાનો અનસન કરી વિરોધ નોંધાવશે આજે ભુજના ભીડનાકાથી કલેકટર કચેરી સુધી મુસ્લિમ સમાજની વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં કચ્છભરમાંથી મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો રેલીમાં સામેલ થવા માટે ભુજ આવ્યા હતા. જો કે ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે રેલીનુ સમાપન થયુ હતુ. જો કે એક સમયે આવેદન સ્વીકાર્યા બાદ તંત્રએ આપેલા આશ્વાસનથી અંસતુષ્ટ મુસ્લિમ આગેવાનોએ ચોક્કસ કાર્યવાહીની ખાતરી માટે તંત્ર પાસે માંગ કરી હતી. પરંતુ મુસ્લિમ આગેવાનોની દરમીયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. જો કે મુસ્લિમ આગેવાનોએ પોલિસને ટકોર કરતા જણાવ્યુ હતુ કે મુસ્લિમ સમાજની ધીરજ ખુટી છે. તેથી પોલિસ ઝડપી કાર્યવાહી કરે નહી તો વિરોધ ચાલુ રહેશે

રેલીમાં કોમી એકતા દેખાઇ 

મુસ્લિમ આસ્થાના કેન્દ્રો પર થઇ રહેલા હુમલાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાવા સાથે કચ્છની કોમી શાંતીના ભંગ માટેના કારસા અંગેની ચર્ચાઓ પણ વહેતી થઇ હતી તો રાજકીય રીતે કોમી શાતી ભંગ થવાની દહેશત સાથે મુસ્લિમ આગેવાનોએ શાંતીપુર્ણ રેલી સાથે કોમી શાંતી જાળવવા પણ અપિલ કરી હતી. જો કે આજેની રેલીમાં મુસ્લિમ સમાજને કર્ણીસેના સહિતના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો હતો. રજુઆત સમયે હાજર રહ્યા હતા.

17મીથી ગાંધી ચિધ્યા માર્ગે વિરોધનો તખ્તો તૈયાર 

મૌન રેલી રજુઆતો અને વિરોધ પછી પણ 3 મહિના સુધી પોલિસ જો આરોપી સુધી ન પહોંચી શકે તે વાતના દુખ સાથે પોલિસ કાર્યવાહી ઝડપી થાય તેવી માંગ સાથે  મુસ્લિમ સમાજે 10 દિવસ પોલિસને કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યુ છે. અને ત્યાર બાદ સમગ્ર કચ્છના મુસ્લિમ આગેવાનો અનસન પર ઉતરી  વિરોધ કરશે

કોણ કોણ રહ્યુ રેલીમાં હાજર 

અખીલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમીતીના નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં ઇબ્રાહીમ હાલેપોત્રા આદમ એચ.પઢીયાર,ઇબ્રાહીમ આમદ જુણેજા,રજાક હસન સુમરા,ઇકબાલ મંધરા,આદમ ચાકી સલિમ જત,રફીક મારા,સત્તાર માંજોઠી અલીમામદ જત,હમીદ ભટ્ટી ધનીભાઇ કુંભાર,મુસ્તાક હિંગોરજા  સહિત સમગ્ર કચ્છના વિવિધ મુસ્લિમ સંગઠનોના આગેવાન હાજર રહ્યા હતા. તો કર્ણીસેનાના વિરભદ્રસિંહ સાવજસિંહ જાડેજા પણ જોડાયા હતા

કોગ્રેસે મોડે મોડે પણ ટેકો જાહેર કર્યો

અંતે રહી રહીને કોગ્રેસે મુસ્લિમ સમાજની રેલીને ટેકો જાહેર કર્યો હતો. એક સમયે કોગ્રેસ દ્વારા મુસ્લિમ સમાજને ટેકો ન અપાતા નારાજ મુસ્લિમ સમાજના કોગ્રેસી આગેવાનોએ રાજીનામા ધર્યા હતા. અને મામલો પ્રદેશકક્ષાએ પહોચ્યો હતો. પરંતુ આજે કોગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના આગેવાનો કલેકટર કચેરી પર દોડી આવ્યા હતા અને મુસ્લિમ રેલીનો ટેકો જાહેર કર્યો હતો. જો કે મુસ્લિમ સમાજે રેલીના અંતે આ રેલી બીનરાજકીય રીતે આયોજીત હતી તેમ જણાવ્યું હતું .