Home Social શિક્ષણસ્તર વધુ ઉચું લાવવા પ્રયાસ કરાશે : DDO પ્રભવ જોશી

શિક્ષણસ્તર વધુ ઉચું લાવવા પ્રયાસ કરાશે : DDO પ્રભવ જોશી

985
SHARE
શુક્રવારે ભુજની રામનગરી પ્રાથમિક શાળામાં ગુણોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત નવનિયુકત જિલ્‍લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા શિક્ષણ અભ્‍યાસનું મૂલ્‍યાંકન કરાયું હતું. આ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્‍યું હતું કે, તમામે તમામ ૧૭૦૦ શાળાઓમાં બે દિવસ માટે ગુણોત્‍સવનો પ્રારંભ કરાવાયો છે. શિક્ષણનું સ્‍તર વધુ ઉચું લાવવા માટે આગામી દિવસોમાં પ્રયાસ હાથ ધરાશે. તેમણે શાળાના વર્ગખંડોમાં જઇને બાળકોના લેખન, ગણન, વાંચનનું સ્‍વયં મૂલ્‍યાંકન કર્યુ હતું. વિશેષ માં તેમણે જણાવ્યું હતું કે ત્રણ તબકકે કસોટીમાં માર્ક અપાશે અને નબળા છાત્રો માટે વિશેષ કાળજી લેવાશે. શાળાના ધોરણ ૧ થી ૮ ના વર્ગોમાં વિધાર્થીઓ અભ્‍યાસ કરે છે તેમના માટે આ શાળામાં ધોરણ ૧ થી ૪ માં પ્રજ્ઞા વર્ગો ચાલી રહયા છે. શાળામાં કોમ્‍પ્‍યુટર લેબ ઉપલબ્‍ધ છે. આ શાળામાં શિક્ષકો દ્વારા સારુ શિક્ષણ આપવામાં આવી રહયું છે. સાથે સાથે વાલીઓ સાથે બેઠકો યોજી, ગેરહાજર રહેતા વિધાર્થીઓને શાળામાં વધુ હાજરી વધારવા તેમજ શિક્ષકો સાથે બેઠકો યોજીને શિક્ષણ સ્‍તર વધારે ઉચું આવે તે દિશામાં આગળ વધવાની નેમ નવનિયુકત ડીડીઓ પ્રભવ જોશીએ વ્‍યકત કરી હતી. રામનગરી પ્રા.શાળાની આધુનિક ઈમારત, પુરતા વર્ગખંડો તેમજ રમતગમતનું મેદાન સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્‍ધ છે શાળાના આચાર્ય અને શિક્ષકોની સેવાને બિરદાવી હતી અને દાતાના સહયોગને ઉલ્‍લેખ કરીને વિધાર્થીઓ માટે સગવડો વધુ મળી રહયાનો ખાસ ઉલ્‍લેખ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શિક્ષકો દ્વારા સ્‍વાગત કરાયું હતું. વિધાર્થીઓની સમુહ પ્રાર્થના બાદ ગુણોત્‍સવ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કચ્‍છની તમામ ૧૭૦૦ શાળામાં ગુણોત્‍સવના પ્રારંભ દબદબાભેર રીતે થયો હતો.