ગાંધીધામ પેરોલ ફર્લો સ્ક્વોડે દોઢ વર્ષથી ચોરીના ગુન્હામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો હતો પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે અંજારમાં વર્ષ 2016માં થયેલી ચોરીના ગુન્હામાં ફરાર શખ્સ જુબેર અબ્દુલ સતાર ચાકી ભુજ વાળો સુરજબારી ચેકપોસ્ટ નજીક છે. જેથી પેરોલફોર્લો સ્ક્વોડના કે.કે.જાડેજા સહિતના સ્ટાફે ત્યા વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો વધુ તપાસ માટે જુબેરને અંજાર પોલિસના હવાલે કરાયો છે.
આર.આર.સેલે અંજારના સીનુગ્રા નજીકથી લાખાનો દારૂ ઝડપ્યો
ગુરૂવારે મધરાત્રે આર.આર.સેલ ભુજ એ અંજારના સીનુગ્રા નજીક બાતમી આધારે રેડ કરી 53.88 લાખનો અગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હરીયાણા પાસિંગની એક ટ્રકને છપરા બિહાર હોટલ નજીકથી આર.આર.સેલે ઝડપી હતી અને તેની તપાસ કરતા તેમાંથી રાજેશ રણબીરસિંહ કમોદ તથા હિંમાશુ પ્રેમચંદ પંજાબી નામના બે શખ્સો મળી આવ્યા હતા અને તેના કબ્જાની ટ્રકમાંથી 10,836 બોટલ તથા 5.040 નંગ દારૂના કવાર્ટર મળી આવ્યા હતા પોલીસે 75 લાખના મુદ્દામાલ સાથે તેઓને અંજાર પોલિસને વધુ તપાસ માટે સોંપ્યા છે. જો કે ક્વોલેટી કેસ અંજાર પોલિસની હદ્દમાં બનતા પોલિસ અધિકારી કર્મચારી પર કાર્યવાહી થાય તેવી પણ આ કિસ્સામાં શક્યતા છે.
ગાંધીધામના મોડવદર નજીક યુવાનનુ મોત
ગાંધીધામના મોડવરદ નજીક ટ્રેલરની ટક્કરમાં ત્યા ઉભેલા એક રાહદારીનુ મોત થયુ હતુ ગાંધીધામના ભારત નગરમાં રહેતા 49 વર્ષીય પોકરલાલ બાવલ એક છકડા નજીક ઉભા હતા ત્યારજ પુરપાટ આવતા ટ્રેલર નંબર GGJ-12-AT-8417 એ તેને ટક્કર મારતા તેનુ મોત નીપજ્યુ હતુ.
ભુજમાં પૈસાની ઉઘરાણી કરાતા મરાયો માર
ભુજ એ ડીવીઝન પોલિસ મથકે અંજારના ખેડોઇ ગામના મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ફરીયાદ કરી છે. કે તેને 1 લાખ રૂપીયા ખીમજી રવજી પટેલ તથા વીમલ રવજી પટેલને ઉછીના આપ્યા હતા. જો કે પૈસાની માંગણી કરતા બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને તેને માર માર્યો છે. આ બાબતે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ થતા પોલિસે તપાસ શરૂ કરી છે.
અપહરણની ફરીયાદ ન લેવાતા એસ.પી કલેકટરને રજુઆત
લાકડીયા ત્રણ રસ્તા નજીક કટારીયાના બે યુવાનોને ગામનાજ માથાભારે શખ્સોએ અપહરણ સાથે તેઓને દારૂ પીવડાવી મારમાર્યાની ફરીયાદ માટે ગામના લોકો ગયા હોવા છંતા લાકડીયા પોલિસે ફરીયાદન ન લેતા ભરવાડ સમાજ સહિત ગામના આગેવાનો પુર્વ કચ્છ એસ.પી તથા કલેકટરને રજુઆત કરવા માટે પહોચ્યા હતા. ગામલોકોની માંગ છે. કે યુવાનોનુ અપહરણ અને માર મારનાર સામે કડક પગલા ભરાય અને પોલિસ આ મામલે ફરીયાદ નોંધી કાર્યવાહી કરે
આર.આર.સેલની કામગીરી બાદ અંજાર પોલિસે લિસ્ટેડ બુટલેગરને દારુ સાથે ઝડપ્યો
અંજાર પોલિસની હદ્દમા લાખો રુપિયાનો દારુ ઝડપાયા બાદ અંજાર પોલિસ પણ એક્શનમા આવી છે આજે અંજાર પોલિસે દબડા વિસ્તારમા એક ઓરડીમાંથી કુખ્યાત બુટલેગર મુકેશ ઉર્ફે મુકલો માયાગર ગુંસાઇને 60.900 ના દારુના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અંજાર પી.આઇ બી.આર પરમાર સહિતનો સ્ટાફ આ કામગીરીમા જોડાયા હતા અંજારમા અનેક દારુના ગુ્ન્હામા મુકેશ ગુંસાઇનુ નામ ખુલ્યુ છે
આધોઇની પરણિત મહિલા બની હવસનો શિકાર
ભચાઉના આધોઇ ગામની એક પરણિત મહિલાને ગામના જ એક શખ્સે લીફ્ટ આપવાના બહાને હવસનો શિકાર બનાવી તેને એક માસ સુધી ગોંધી રાખી હતી શુક્રવારે મહિલાએ આધોઇના મહેન્દ્રપૂરી ગોસ્વામી વિરુધ આ બાબતે સામખીયાળી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે જે બાબતે DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપાઇ છે યુવતી સાથે બળાત્કાર બાદ આરોપીએ ધાકધમકી કરતા યુવતીએ મોડેથી ફરીયાદ કરાવી હતી.