Home Current મોટી આગ લાગે તો શુ ? જોખમી કંડલામા દિલધડક મોકડ્રિલ યોજાઈ ;જુવો...

મોટી આગ લાગે તો શુ ? જોખમી કંડલામા દિલધડક મોકડ્રિલ યોજાઈ ;જુવો વિડીયો

371
SHARE
કંડલા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ વખતે વિકરાળ આગ‌ ફાટી નીકળી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારીના સંકલનમાં ગેસ લીકેજ ઘટનાની ઓફસાઈટ મોકડ્રિલ યોજાઈ હતી ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી કરી સમિક્ષા કરાઇ હતી
રાજકોટમાં આગ લાગવાની ધટના બાદ મહત્વના સ્થળો પર આગ-ગેસ લીકેજ જેવી ધટના સમયે કઇ રીતે તંત્ર સજ્જ છ તે ચકાસણી કરાઇ રહી છે ત્યારે બુધવારે કચ્છમાં કંડલા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલા બફર પમ્પમાં મેન્ટેનન્સની કામગીરી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ સ્પાર્ક થતાં એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. ઈન્ડિયન ઓઈલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જોકે, તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાય એવી સ્થિતિ નહોતી. આથી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર ૦૩ જાહેર કરીને જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી. મામલતદાર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા.જે એક મોકડ્રીલ હતી ખાસ તો ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઈટ મોકડ્રિલ આયોજન કરાયું હતું. જેમા સફળતા મળી હતી. આગ લાગવાના કિસ્સામાં જિલ્લા વહીવટીતંત્રના લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરીને રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે.તે ઉદ્દેશ સાથે આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમયે મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ, મોકડ્રિલ સિનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી. સેફ્ટીના તમામ સાધનો સાથે અધિકારીઓને મોકડ્રિલના સ્થળે લઈ જવામાં આવ્યા હતા.મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સહિત સમગ્ર સેફ્ટી ટીમને અભિનંદન આપ્યા હતા.આ મોકડ્રીલ દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જવાબદરો સહિત તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
દિનદયાળ પોર્ટે ફાયર સેફ્ટી અંગે સજ્જતા ચકાસી
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા સલામતીની પહેલના ભાગરૂપે, DPA ના વિવિધ પરિસરમાં કેપ્ટન પ્રદીપ મોહંતીના સક્ષમ માર્ગદર્શન હેઠળ ફાયર મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. જેમાં નવા કંડલા ખાતેની ઓફિસો,વહીવટી ભવન ખાતેની ઓફિસો,ગોપાલપુરી હોસ્પિટલ અને CISF બેરેકનો સમાવેશ કરાયો હતો.આ ફાયર મોક ડ્રીલ મંગળવારે નવા કંડલા ખાતે સેવા સદન-3 ખાતે હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ ઓફિસ સ્ટાફને ડમી ફાયર કોલ પર બહાર કાઢવામાં આવ્યા હતા.અને સ્થળાંતર વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડે બચાવ કામગીરી કરી હતી.દિનદયાળ પોર્ટના ફાયર બ્રિગેડે વિવિધ અગ્નિશામક સાધનોનો “કેવી રીતે ઉપયોગ કરવો” અને ઓફિસ પરિસરમાં આગ લાગે તો “શું કાળજી લેવી જોઈએ” તેનું પણ નિદર્શન કરવામાં આવ્યુ હતુ. ફાયર-કમ-સેફ્ટી ઓફિસર,અસીમ ચક્રવર્તીના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી કવાયતનુ પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા પોર્ટના જવાબદાર તમામ કર્મચારીઓએ મોક ડ્રીલમાં સક્રિયપણે ભાગ લીધો હતો.અને યોગ્ય સમજ મેળવી હતી આ પહેલા તાજેતરમાંજ પોર્ટ દ્રારા ભુકંપ જેવી કુદરતી આપતી સમયે કઇ રીતે કામ લેવુ તે અંગે એક ડ્રીલ યોજવામાં આવી હતી.