Home Crime વાગડમાંથી વધુ ત્રણ ગેરકાયદેસર હથિયારો જપ્ત ! પણ આવે છે ક્યાથી ?

વાગડમાંથી વધુ ત્રણ ગેરકાયદેસર હથિયારો જપ્ત ! પણ આવે છે ક્યાથી ?

597
SHARE
પુર્વ હોય કે પચ્છિમ કચ્છ હથિયારો રાખવાનુ વધેલુ ચલણ જોખમી બની રહ્યુ છે તાજેતરમાં પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે પણ શિકારી પ્રવૃતિ સાથે હથિયાર કબ્જે કર્યુ હતુ. ભુતકાળમાં બન્ને જીલ્લામાંથી હથિયારની મીની ફેક્ટરી ઝડપાઇ ચુકી છે.
કાનમેરમાં હથિયાર સાથે થયેલા હિંસક હુમલા અને હત્યા બાદ પુર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર હથિયારો રાખનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ 12 જેટલા હથિયારો અલગ-અલગ વિસ્તારમાથી ઝડપવા સાથે 30 જેટલા સામે હથિયાર જાહેરનામાના ભંગની કાર્યવાહી કરાઇ હતી. ત્યારે વાગડના અલગ-અલગ વિસ્તારમાંથી પુર્વ કચ્છના અલગ-અલગ પોલીસ મથકોએ વધુ ગેરકાયદેસર બંધુકો જપ્ત કરી 3 શખ્સો સામે કાર્યવાહી કરી છે. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામે રાપરના ખેંગારપર વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન એક ગાડીને અટકાવી હતી અને તેની તપાસ કરતા તેમાંથી ખાનમામદ ઉર્ફે અમુડો હુસૈન ત્રાયા રહે.સુરજબારી,ભચાઉને ઝડપી પાડ્યો હતો. વાહન સહિત 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે તેને ઝડપી રાપર પોલીસ મથકે વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે. તો અન્ય એક કાર્યવાહીમાં આડેસર પોલીસે બામણસર ગામે બાતમી આધારે તપાસ માટે ગઇ હતી જ્યા તપાસ દરમ્યાન મોબીન હારૂન સમેજાના રહેણાંક મકાનમાંથી એક ગેરકાયદેસર દેશી બંધુક મળી આવી હતી. પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. તો ભચાઉ પોલીસે પણ તપાસ દરમ્યાન એક બંધુક એક એરગન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસે બાતમી આધારે મોટી ચીરઇ ગામની સીમમાં તપાસ કરી હતી જે દરમ્યાન મનજી ભચા કોલી મળી આવ્યો હતો અને તેની તપાસમાં એક ગેરકાયદેસર બંધુક તથા એક એરગન મળી આવી હતી. પોલીસે તમામ કિસ્સામાં ઉંડાણ પુર્વકની તપાસ આંરભી છે. આ અગાઉ પણ રાપર,ભચાઉ સહિત વાગડ વિસ્તારમાંથી પોલીસે 12 જેટલા હથિયારો કબ્જે કર્યા હતા. પરંતુ અહી સવાલ એ છે કે આટલા બધા લોકો પાસે આવતા હથિયારો આવે છે ક્યાથી તેના મુળ સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી. ત્યારે ગેરકાયદેસર હથિયારોના વેપલા સાથે સંકળાયેલા શખ્સો સુધી તપાસનો રેલો લંબાય તે કાયદાના હિતમાં છે. અગાઉ વાગડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારની મીની ફેક્ટરી સહિતની કાર્યવાહી થઇ છે ત્યારે કાયદો વ્યવસ્થા માટે જોખમી એવા આવા હથિયારો મામલે પોલીસ વધુ ઉંડી તપાસ કરે તો કાનમેર જેવા બનાવો બનતા અટકે….