Home Current સ્થાનીક અનેક પ્રશ્નો પણ, રાહુલે કીધું તો …કચ્છ કોગ્રેસ 7 કલાક ઉપવાસ...

સ્થાનીક અનેક પ્રશ્નો પણ, રાહુલે કીધું તો …કચ્છ કોગ્રેસ 7 કલાક ઉપવાસ પર ઉતરી

1096
SHARE
આરોગ્ય,શિક્ષણ.પાણી અને સ્થાનીક જરૂરીયાતના લોકોના અનેક પ્રશ્નો કચ્છમા છે.પરંતુ આ પ્રશ્નો ના મુદ્દે વિપક્ષમા રહેલી કોંગ્રેસ માત્ર રજુઆત રૂપી વિરોધ કરી સંતોષ માનતી હોય છે અને તેની અસર પણ થતી નથી.પરંતુ. જયાં કોમી એખાલસ છે, તેવા કચ્છમા રાહુલના એક કહેણથી સમગ્ર ગુજરાતની સાથે કચ્છ કોગ્રેસ પણ સાત કલાક ધરણા પર ઉતરી ગઇ અને સોમવારે ટાઉનહોલ નજીક 7 કલાક સદ્દભાવના માટે ઉપવાસ કરી રાહુલની સદ્દભાવનાને સમગ્ર દેશની સાથે ટેકો આપ્યો. હાલ માં જ મુસ્લિમ સમાજના દરગાહ તોડફોડ પ્રકરણમાં કચ્છ કોંગ્રેસની ચૂપકીદી સામે લઘુમતી નેતાઓનો વિરોધ સહિત કચ્છના કોગ્રેસી આગેવાન આદમ ચાકી એ પાણી પુરવઠા અને બોગસ BPL મામલે કરેલી લડત તો સ્થાનીક કોગ્રેસી નેતાઓ નગરપાલિકા પ્રશ્નો બાબતે લડત કરતા રહયા છે.જેનો કચ્છ કોગ્રેસેે ક્યારે મુદ્દો બનાવી આવી લડત નથી કરી અને ઉપવાસ નથી કર્યા. પરંતુ દિલ્હીના કહેણને પગલે કચ્છ કોગ્રેસ ઉપવાસ પર ઉતરી સદ્દભાવના દાખવી રહી છે.
વર્તમાન ભાજપ સરકાર સામે દલિતો, મુસ્લિમ અને સમાજના કોઈ કોઈ વર્ગમા અત્યારે અસંતોષ સાથે વિરોધનો સુર છે, અને વર્ગવિગ્રહની સ્થિતિ છે.ત્યારે દેશમાં દરેક સમાજમા સદ્દભાવના ફેલાય તે ઉદ્દેશ સાથે આજે કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા સદ્દભાવનાના સંદેશને કોગ્રેસ ઉપવાસ થકી લોકો સુધી પહોંચાડશે.આજે યોજાયેલ ઉપવાસમાં કોગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમ ચાકી, ઘનશ્યામસિંહ ભાટ્ટી.વી.કે.હુંબલ, રવિન્દ્ર ત્રવાડી સહિત કચ્છભરના કોગ્રેસી હોદ્દેદાર કાર્યકર જોડાયા હતા. જો કે આજની ઉપવાસ સદ્દભાવના પછી લોકોને એ આશા ચોક્કસ હશે કે સ્થાનીક પ્રશ્નોના મુદ્દે પણ કોગ્રેસ સદ્દભાવના સાથે તેમના માટે લડત કરે.