Home Crime અવધનગરમાં હત્યા કરનારા ચારે આરોપી કલોકોમાં પોલીસે દબોચી લિધા

અવધનગરમાં હત્યા કરનારા ચારે આરોપી કલોકોમાં પોલીસે દબોચી લિધા

4352
SHARE
ભુજના અવધનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રે યુવકની 4 લોકોએ જુની અદાવતમા હત્યા કરી હતી જેને ગણતરીની કલાકોમાં પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા હતા. હત્યાના કારણમાં યુવતીની છેડતી કારણભુત હોવાનુ પ્રથમથીજ સ્પષ્ટ હતુ સામેલ ચારે યુવાનોને પકડી પુછપરછ 
ભુજ તાલુકાના કુકમા પંચાયત હેઠળના અવધનગર ગામે થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકમાં આરોપીઓને પદ્ધર પોલીસે પકડી પાડયા હતા.આજેજ જાહેર થયેલા બનાવમાં ગઇકાલે રાત્રે અવધનગરમાં રમેશ પુંજા મારવાડાની ગામમાંજ રહેતી એક યુવતીના કાકા તથા સાગરીતોએ તેની હત્યા કરી હતી હત્યા કરનારની ભત્રીજી ને અગાઉ ચીઠી નાંખી પરેશાન કરવા સહિતની ફરીયાદ મરણજનાર સામે નોંધાઇ ચુકી હતી અને તેમા તેની અટક પણ કરવામાં આવી હતી વર્ષો અગાઉ થયેલ આ કિસ્સાની અદાવતમાં શુક્રવારે યુવક તથા તેના પરિવાર પર હુમલો કરાયો હતો જેમાં યુવાનનુ મોત થયુ હતુ. પધ્ધર પોલીસ મથકે આજે સવારે ૧૧/૧૫ વાગ્યે બનાવ જાહેર થયો હતો બનાવની જાણ થતાજ આરોપીઓને શોધી કાઢી હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા પધ્ધર પો.સબ ઇન્સ એમ.એમ.ગોહિલએ અલગ અલગ ટીમો બનાવી હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓની તપાસમાં હતા, તે દરમ્યાન એ.એસ.આઇ. રામસંગજી સોઢા તથા પો.હેડ કોન્સ.મહેન્દ્રસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે, અવધનગર ખાતે હત્યાને અંજામ આપનાર આરોપીઓ કરશન ઉર્ફે કિશન મુળજી મેરીયા, સચીન મુળજી મેરીયા તથા અન્ય બે ઇસમો સાથે ભુજોડી ગામેના પાટીયા સામે આવેલ કિરણ ઓટો સર્વીસની બાજુમાં આવેલ શેરીમાં હાજર છે, જે આધારે વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા, કરશન ઉર્ફે કિશન મુળજી મેરીયા, સચીન મુળજી મેરીયા (રહે.બંન્ને અવધનગર, કુકમા) તથા રાહુલ ઉર્ફે માસા કરશન મારવાડા અને અરુણ ઉર્ફે લાલો રામજી મારવાડા (રહે, સુરલભીટ રોડ, ભુજ) હાજર મળી આવેલ, જેઓને પકડી પાડી આ બનાવ બાબતે પુછપરછ કરતા અવધનગર ખાતે હત્યાના ગુનાને અંજામ આપી એક બીજાની મદદગારી કરી હોવાની કબુલાત આપી હતી, પકડાયેલ ચારે ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પરિવારની દિકરીને પ્રેમસંબધી ચીઠ્ઠી લખી અગાઉ યુવક દ્રારા પરેશાન કરવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે બાબતનુ મનદુખ આ હત્યા પાછળ કારણભુત હોવાનુ સામે આવ્યુ છે. પકડાયેલ આરોપીઓ પૈકી રાહુલ ઉર્ફે માસા કરશન મારવાડા વિરૂધ્ધ ભુજ બી ડિવીઝન પો.સ્ટે.માં આઇ.પી.સી.ક. ૩૭૯(એ) મુજબ તથા માધાપર પોલીસ મથકે જી.પી.એકટ. ક.૧૩૫ મુજબ ગુના નોંધાયેલ છે, જયારે અરુણ ઉર્ફે લાલો રામજી મારવાડા વિરૂધ્ધ પધ્ધર પો.સ્ટે.માં પ્રોહી ક.૬૬(૧)બી તથા બી ડિવીઝનપો.સ્ટે.માં આઇ.પી.સી.ક.૩૨૩,૩૨૪ ૩૨૫,૫૦૬ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ કુલ્લ ત્રણેક ગુના નોંધાયેલા છે. પધ્ધર પોલીસ મથકના એચ.એમ.ગોહિલ સહિત એ.એસ.આઈ. રામસંગજી સોઢા, જયસુખ માલકિયા, હેડ.કોન્સ મહેંદ્રસિંહ જાડેજા, નિલેષ ચૌધરી, ભાર્ગવ ચૌધરી,શિવરાજસિહ રાણા, દિવ્યરાજસિંહ જાડેજા નરેશ ચૌધરી, કોન્સ.વિક્રમસિંહ ગોહિલ, પ્રતાપજી ઠાકોર, ડ્રા. વિનોદ ચૌધરી, વુ.પો.કોન્સ.કમીબેન માળી તથા હોમગાર્ડ તરુણ આહીર સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો
SHARE
Previous article20-July-2024
Next article21-July-2024