Home Crime જેલમા જલસા ! પુર્વ કચ્છ પોલીસે દરોડો પાડી જેલ સુરક્ષાની પોલ ખોલી...

જેલમા જલસા ! પુર્વ કચ્છ પોલીસે દરોડો પાડી જેલ સુરક્ષાની પોલ ખોલી નાંખી..

3480
SHARE
પાલારા હોય કે ગળપાદર સમયાતરે ત્યાથી મોબાઇલ ફોન તથા અન્ય ગેરકાયેદસર પ્રવૃતિઓ પકડાતી આવી છે. ત્યારે રાજ્ય સરકાર જેલની સુરક્ષા અંગે સામુહિક દરોડા જ નહી પરંતુ ઉંડી તપાસ કરે તો જેલમાં ચાલતા ગોરખધંધા નુ સુનીયોજીત કૌભાડ ખુલી શકે તેમ છે. ગળપાદર જેલમાં દારૂની મહેફીલ,મોબાઇલ ફોન,રોકડ મળી આવતા રાજ્યભરમાં ચકચાર
આમતો અવારનવાર રાજ્યની જેલમાં ભોપાળા સામે આવે છે. હજુ થોડા સમય પહેલાજ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ રાજ્યભરની જેલમાં સામુહીક દરોડાની કાર્યવાહી કરાવી હતી હા કેટલાક કિસ્સાને બાદ કરતા તેમા કોઇ મહત્વના છિંડા તે સમયે સામે આવ્યા ન હતા પરંતુ આ કાર્યવાહીની અસર જેલ પ્રસાશન પર ન પડી હોય તેમ પુર્વ કચ્છ પોલીસે શનિવારે કરેલી કાર્યવાહીમાં ગળપાદર જેલમાં સુરક્ષાના મોટા છીંડા સામે આવ્યા છે. જેલની અંદર જ દારૂની મહેફીલ માણતા છ કુખ્યાત શખ્સોને પોલીસે રગંહાથ ઝડપી પાડ્યા હતા. તો ચાર પાસેથી મોબાઇલ ફોન તથા હાઇ સીક્યુરીટી ઝોન વિસ્તારમાં રોકડ રકમ પણ કબ્જે કરી હતી.
પૂર્વ કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો
પુર્વ કચ્છ પોલીસે જેલમાં ચાલતી લોલમલોલ નો પ્રર્દાફાસ કરી દારૂની મહેફીલ,રોકડ રૂપીયા મોબાઇલ સહિત કુખ્યાત શખ્સોને જેલમાંથી જલસા કરતા રગંહાથ પકડી પાડ્તા ફરી એક વાર જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.આમતો સામાન્ય લોકોમાં પણ ચર્ચા થતી હોય છે કે જેલમાં પણ દરેક વસ્તુ મળી જાય છે. અને તેની રકમ ફીક્સ છે. તમે માંગો એ પૈસા આપી મળે છે.શનિવારે રાત્રે બાતમી મળી હતી કે પુર્વ કચ્છના ગાંધીધામમા આવેલી ગળપાદર જેલમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ થઇ રહી છે જે આધારે ખાનગી બસમા પહોચી દરોડો પાડ્યો હતો. જે દરમ્યાન જેલમાં દારૂની મહેફિલ માણતાં કાચા કામના ૬ કેદીઓ પકડાઇ ગયા હતા જેમાં ભચાઉના રીઢા બૂટલેગર યુવરાજસિંહ જાડેજા કે જે તાજેતરમાજ પોલીસ કર્મચારી સાથે દારૂની હેરફેર તથા પોલીસ પર કાર ચડાવવા મામલે ચર્ચામાં આવ્યો હતો ઉપરાંત જેન્તી ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત પરદેશી,ગાંધીધામનો રીઢો બૂટલેગર મનોજ ઊર્ફે પકાડો માતંગ, હત્યા, આર્મ્સ એક્ટ, હિંસક હુમલા સહિતના બાર ગુનામા સામેલ હિતેન્દ્ર ઝાલા, ૧૯ જેટલા ગંભીર ગુનામાં સામેલ રઝાક ઊર્ફે સોપારી દાઉદ ચાવડા,ચીરઇનો બૂટલેગર શિવભદ્ર જાડેજા સામેલ હતા જે જેલમાંજ દારૂની મહેફિલમાં માણતા હતા તો તૈ પૈકીના ચાર રીઢા આરોપીઓના કબજામાંથી બે એપલ આઈ ફોન મળી ૪ ફોન અને બે ચાર્જર પણ મળી આવ્યાં હતા તો કાર્યવાહી દરમ્યાન રોહિતસંગ ઉર્ફે સોનુ ઠાકુર ગોવિંદ હરજી મહેશ્ર્વરી,શિવભદ્ર જાડેજા પણ સામેલ હતા તો સાથે તપાસ દરમ્યાન બેરેકની છત પરથી રોકડા પચાસ હજાર રૂપીયા પણ મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ ૧ લાખ ૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી અને મોબાઈલ ફોન રાખવા સહિતના અલગ-અલગ ગુના દાખલ કર્યાં છે.
જેલ સુરક્ષા મામલે પાંચ સસ્પેન્ડ 
ગેટ પર જ લોખંડી સુરક્ષા વચ્ચે ગયેલી પ્રતિબંધીત વસ્તુ જેલ પ્રસાશનની મીલીભગત તરફ સીધો ઇશારો કરે છે. તેવામાં હવે દારૂ,મોબાઇલ રોકડ મામલે સામેલ આરોપીઓજ નહી પરંતુ જેલના જવાબદારો સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી હતુ .રેન્જ આઇ.જી ની આગેવાની હેઠળ પુર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી જેમાં પુર્વ કચ્છની મહત્વની બ્રાન્ચ તથા પોલીસનો મોટો કાફલો દરોડોની કામગીરીમાં જોડાયો હતો જેલમાં પ્રવેશતાની સાથેજ પોલીસે સમગ્ર વિસ્તાર સ્કોડન કરી લીધો હતો.ત્યારે ગંભીર ગુન્હામાં હવે રાજ્યના ગૃહવિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ છે. અને જેલમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારી ફરજ મોકુફ કરાયા છે. જેમાં જેલર ગ્રુપ 2 એલ.વી પરમારને વડોદરા બદલાયા તો બે સિપાઇ રવિન્દ્ર મુળીયા,શેલેન્દ્ર ખેતરીયા તથા ,સુબેદાર આર.એસ.દેવડા તથા એક હવલદાર પીન્કેશ પટેલ સહિત પાંચ વ્યક્તિઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

SHARE
Previous article21-July-2024
Next article23-July-2024