ભુજમાં ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોનો આક્રોશ એ કોઇ નવી વાત નથી પરંતુ આ સમસ્યાના મધ્યમાં ભુજમાં થયેલી મારામારીનો કિસ્સો હાલ ભારે ચર્ચામાં છે. નગરપાલિકાના કાઉન્સીલરના પુત્રને સાંકળતા આ કિસ્સામાં ઓડીયો વાયરલ બાદ મારામારી સહિતનો મામલો અંતે પોલીસ ચોપડે ચડ્યો છે. અને બન્નેએ સામે-સામી ફરીયાદ નોંધાવી છે.
ભુજમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગટર સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. તેવામાં બે દિવસથી સોસીયલ મિડીયામાં ભુજના જાગૃત નાગરીક અને વોર્ડ નંબર-8 માંથી અગાઉ અપક્ષ ચુંટણી લડેલ દીગ્વિજયસિંહ જાડેજાનો એક ઓડીયો ભારે ચર્ચામાં છે.તેના વિસ્તારમાં ઉભરાતી ગટર મામલે તેણે રજુઆત સાથે આ વિસ્તારના કાઉન્સીલર મનુભા જાડેજા તથા ધનશ્યામ ઠક્કરને સંબોધી એક ઓડીયો વાયરલ કર્યો હતો અને સમસ્યા ઉકેલ માટે ઉગ્ર અને આક્રમક રીતે રજુઆત કરી સ્થિતી વર્ણવી હતી જો કે આ મામલો મારમારી અને ત્યાર બાદ હવે પોલીસ મથકે ચડ્યો છે.આજે સવારે વાયરલ થયેલા વિડીયોએ ભારે ચરચાર સર્જી હતી જેમાં દિગ્વિજયસિંહ જાડેજાએ કાઉન્સીલર મનુભા જાડેજાના પુત્ર દ્રારા તેમના પર હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા જે બાદ શહેર ભરમા મામલાએ ભારે ચર્ચા જગાવી હતી ત્યારે ગઇકાલે બનેલી ધટના મામલે અંતે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ફરીયાદ દિગ્વિજયસિંહ જાડેજાએ ફરીયાદમાં મનુભા જાડેજાના બે પુત્રો તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં ગટર સમસ્યા અંગે ઓડીયો વાયરલ કર્યાનુ મનદુખ રાખી આ હુમલો કરાયો હોવાનુ જણાવ્યુ છે. જેના પર આક્ષેપ થયા છે તે પૈકીના સત્યારાજસિંહ મનુભા જાડેજાએ સામે વળતી ફરીયાદ કરી વાયરલ ઓડીયો અંગે સમજાવવા જતા દિગ્વિજયસિંહ જાડેજા દ્રારા માર મરાયો હોવાની ફરીયાદ કરી છે. આમ બન્ને પક્ષે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સવારે વાયરલ થયેલા એક વિડીયોમાં કાઉન્સીલર પુત્ર સહિતના લોકો ફરીયાદીની ઓફીસ નજીકથી જતા દેખાઇ રહ્યા છે. કાઉન્સીલર પુત્ર હાલ ભુજ એપીએમસીમાં ડાયેરેક્ટર તરીકે પણ કાર્યરત છે. અગાઉ પણ ભુજ વિસ્તારના કામોને લઇને અને ખાસ કરીને નગરપાલિકા દ્રારા થતા કામોને લઇને વાંધો ઉઠાવી દિગ્વિજયસિંહ જાડેજા એ કામો પણ અટકાવ્યા હોવાના બનાવો બન્યા છે. તેવામા ગટર સમસ્યા જે મામલે કેન્દ્રમાં છે તે મામલે બન્ને પક્ષે પોલીસ ફરીયાદ કરી છે. જો કે ભરચક વિસ્તારમાં બનેલા બનાવને લઇને આ વિસ્તારમાં ગઇકાલે આ કિસ્સાએ ભારે ચર્ચા સાથે કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા જો કે બન્ને ફરીયાદ બાદ ન્યાયીક તપાસ માટે ભુજ એ ડીવીઝન પોલીસે કમર કસી છે.
જુવો સવારે વાયરલ વિડીયોની જલક અને આક્ષેપો