Home Crime મુન્દ્રાના પત્રી ગામે કાકાઇ ભાઇએ જ ભાઇની હત્યા કરતા ચકચાર !

મુન્દ્રાના પત્રી ગામે કાકાઇ ભાઇએ જ ભાઇની હત્યા કરતા ચકચાર !

2318
SHARE
પત્રી ગામે વધુ એક ચકચાર સર્જતો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કૌટુબીંક ભાઇએ જ તેના ભાઇની હત્યા કરતા ચકચાર ફેલાઇ છે. પ્રાગપર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી શંકા અને મહેણાટોળા મારવાનુ કારણ હત્યા પાછળ કારણભુત આરોપી હાથવેંતમાં
મુન્દ્રા તાલુકા ના પત્રી ગામે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસા માં કાકાઇ ભાઈ એ જ તેના કૌટુંબીંક ભાઈ ને કુહાડી ના બે ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને હત્યા કરનાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સુત્રોનુ માનીએ તો હત્યારો આરોપી ભાઇ પ્રાગપર પોલીસ ના હાથ વેંતમાં છે. ભૂતકાળ માં પત્રી ગામે ખનીજચોરી સામે લડતા ક્ષત્રિય યુવાન પ્રુથ્વીરાજસિંહ જાડેજા ની કરપીણ હત્યાથી ચકચાર ફેલાઇ હતી. તેવામાં ગામમાં વધુ એક હત્યાના શર્મસાર કિસ્સાથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ છે.મુન્દ્રાના પ્રાગપર પોલીસ મથકના પીઆઈ હાર્દિક ત્રિવેદી, રવજી આહિર,દિનેશ ભાઈ સહિતનો પોલીસ સ્ટાફ બનાવની જાણ થતા તપાસ માટે દોડી ગયુ હતુ. સ્થળ પરથી પ્રાથમીક વિગત આપતા પીઆઇએ જણાવ્યું હતું કે મરણ જનાર ભરત હરજી જોગી ઉંમર 27 પત્રી ગામના મફત નગર માં રહેતો હતો.અને રાત્રિના તેના ઘરે ઊંઘમાં હતો ત્યારે જ તેનો કાકાઇ ભાઈ રમેશ જોગી તેના ઘેર પહોંચ્યો હતો અને કુહાડી ના બે ઘા મારી હત્યા નિપજાવી હતી.મૃત્ક અને આરોપીનુ ઘર સામે સામેજ છે.
શંકા અને મેણાટોણા હત્યાનુ કારણ !
મરણજનાર યુવકની પત્નીએ થોડા વર્ષો પહેલા આપધાત કર્યો હતો. રમેશ ને પહેલાથી કોઇ બાબતને લઇને ભરત પર શંકી હતી અને તે વચ્ચે ભરતની પત્ની ચાલી જતા અવારનવાર ભરત તેને આ બાબતના મહેણાટોળા મારતો હતો. આજ વાતનુ મનદુખ આ હત્યાનુ કારણ બન્યુ હોવાનુ પ્રાથમીક રીતે તપાસમાં સામે આવ્યુ છે. આરોપીને પોલીસે રાઉન્ડઅપ કર્યો હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ અને ત્યાર બાદ હત્યાનુ કારણ વધુ સ્પષ્ટ થશે ગઇકાલે રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે ભરતને તેના ઘરમાંજ તિક્ષ્ણ હથિયારના ધા મારી રમેશે તેની હત્યા કરી નાંખી હતી અને ત્યાર બાદ ફરાર થઇ ગયો હતો.
SHARE
Previous article27-July-2024
Next article2-AUG-2024