Home Crime દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: કચ્છ બોર્ડર રેન્જ એ એકને ઝડપ્યો !

દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: કચ્છ બોર્ડર રેન્જ એ એકને ઝડપ્યો !

1834
SHARE
તાજેતરમાંજ દેશમાં ચર્ચાનો વિષય બનેલા મહાદેવ સટ્ટા એપના ગોટાળા સાથે સંકળાયેલ એક વ્યક્તિને પકડ્યા બાદ હવે વધુ એક દુબઈથી સંચાલીત સટ્ટાકાંડનો સરહદી રેન્જએ પર્દાફાસ કર્યો છે. તપાસમાં અન્ય ચોંકવનારી વિગતો સામે આવવાની શક્યતા
દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્કમાં ખાતાઓ ખોલાવી ભાડેથી આપી આર્થિક લાભ લેતા તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી.થી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ઈસમને પકડી પાડી સરહદી વિભાગ સાયબર ક્રાઈમ પોલીસે ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે.સરહદી રેન્જમાં સાયબર ફ્રોડના ગુના બનતા શોધવા અને અટકાવવા સુચના અન્વયે સાયબર કાઈમ પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર. વાય.કે.ગોહિલને ખાનગી બાતમી મળેલ કે, સાગર દયાળ લાલવાણી (રહે.રાધનપુર,પાટણ) વાળો રાધનપુર ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના બચત તથા ચાલુ બેન્ક ખાતાઓ અલગ અલગ બેન્કમાં ખોલાવી તે ભાડા પેટેના રૂપિયા આપી તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ડીટ તથા બેન્ક સાથે લીંક સીમ કાર્ડ લઈ દુબઈ ખાતેથી ચલાવવામાં આવતા ક્રીકેટ સટ્ટા બજારમાં નાણાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે બીજાને ભાડેથી આપે છે. તેમજ તેના મોબાઈલ ફોનમા વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલ વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રીકા વચ્ચે ચાલી રહેલ સાઉથ આફ્રીકા ટૂર ઓફ વેસ્ટ ઇન્ડીઝ ૨૦૨૪ની મેચની શરૂઆતથી અંત સુધી મેચના જીવંત પ્રસારણ દરમ્યાન મેચની પ્રગતિની સાથે જે તે ટીમની હાર-જીત ઉપર “1XBOOK” નામની એન્ડ્રોઈડ એલ્પિકેશન પર આઈ.ડી.અને પાસવર્ડ નાખી ઓનલાઈન ક્રિકેટ મેચ પર પ્રગતિની સાથે બદલાતા રહેતા દર મુજબનો સટ્ટાનો જુગાર ૨માડતો હોવાનુ પણ તપાસમાં ખુલ્યુ હતુ બાતમી આધારે શખ્સને પકડી તેના ફોનની વિગત જોતા તેણે અલગ અલગ બેન્કના અલગ અલગ વ્યક્તિઓના બેન્ક ખાતાઓ ખોલાવી ભાડાની રકમ વસુલી લઈ દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરી બેન્ક ખાતાને ચલાવવા માટેની તમામ વિગત સીમ કાર્ડ પોર્ટલથી મોકલેલ હતી, અંદાજીત ૨૧ જેટલા બેન્ક ખાતાઓ ખોલાવડાવી તે તમામ ખાતા ઓન લાઈન ચલાવવા માટેની વિગત દુબઈ ખાતે વોટ્સ એપથી મોકલેલી અને બેન્ક ખાતામા લીંક સીમ કાર્ડ પોર્ટલથી મોકલી અપાયા હોવાનું તપાસમાં સામે આવ્યુ હતુ, જે પેટે સાગર દયાળ ને અંદાજીત ૫ થી ૬ લાખ રૂપિયાનો આર્થિક લાભ પણ મળ્યો હતો,પડડાયેલ આરોપી સાગર લાલવાણી પાસેથી મોબાઈલ ફોન નંગ-૨ કિં.રૂ.૩૦,૦૦૦ હસ્તગત કરાયા હતા.આ કામગીરી સાયબર પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજના સીની પો.ઈન્સ. એલ.પી.બોડાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ.ઈન્સપેક્ટર. વાય.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.
SHARE
Previous article9-AUG-2024
Next article10-AUG-2024