Home Crime પરજાઉ સરપંચના મોત માટે જવાબદાર કોણ ? મૃત્દેહ ન સ્વીકારાતા દોડધામ !

પરજાઉ સરપંચના મોત માટે જવાબદાર કોણ ? મૃત્દેહ ન સ્વીકારાતા દોડધામ !

3481
SHARE
ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પીવા મામલે આજે મોત બાદ પરિવાજનો,આગેવાનોએ માનસીક ત્રાસથી પગલુ ભર્યાના દાવા સાથે મૃત્દેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થયુ હતુ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા અને યોગ્ય તપાસની માંગ સાથે ફરીયાદ નોંધવા કહ્યુ
અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઇન્ચાર્જ સરપંચ બળવંતસિંહ જાડેજાએ ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ આજે ત્રણ દિવસની સારવાર બાદ તેનુ મોત મોત થયુ છે. જો કે આપધાત માટે ગામનાજ કોઇ વ્યક્તિના ત્રાસથી ઇન્ચાર્જ સરપંચ બળવંતસિહ જાડેજાએ ઝેરી દવા પીધી હોવાનો આરોપ લાગ્યો હતો આગેવાનના મોત બાદ ગામના અગ્રણીઓ અને કચ્છભરના સરપંચ સંગઠન હોદ્દેદારો હોસ્પિટલ દોડી ગયા હતા અને ન્યાયીક તપાસની માંગ સાથે ફરીયાદ નોંધવાની માંગ કરી હતી. અને ત્યા સુધી આગેવાનોએ મૃત્દેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ દોડતી થઇ હતી. બનાવની વિગત એવી છે. કે આજથી ત્રણ દિવસ પહેલા કોઇ વાડીએ પરજાઉ ગામના સરપંચે ઝેરી દવા પી લેવાની ધટના પ્રકાશમા આવી હતી નલિયા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમા તેમને સારવાર માટે ખસેડાયા હતા. દરમ્યાન શુક્રવારે રાત્રે તેનુ મોત થયા બાદ તેના મૃત્દેહને જી.કે.જનરલ હોસ્પિટલ લવાયો હતો અને શનિવારે અબડાસા સરપંચ સગંઠન,તેના પરિવાર સહિત સરપંચ સગંઠનના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા પરિવાર સાથે વાત કર્યા બાદ આગેવાનોએ મૃત્દેહ સ્વીકારવાનો ઇન્કાર કરી ઝેરી દવા પીવા માટે મજબુર કરનાર વ્યક્તિ સામે ફરીયાદ નોંધવા સાથે ન્યાયીક તપાસની માંગણી કરી પોતાની માંગ મુકી હતી જેને પગલે પોલીસ દોડતી થઇ હતી. બનાવની જાણ થતા જિલ્લા/તાલુકા સરપંચ સંગઠન અને ગ્રામજનો એકત્ર થયા હતા જેમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ કિર્તીસિંહ જાડેજા અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા જિલ્લાના મહામંત્રી રણછોડ આહીર,મહેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી તથા ઉપપ્રમુખ એન.ટી.આહીર તથા જિલ્લા અને તાલુકાના સરપંચચો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ સાથે જખૌ પોલીસના અધિકારીઓ પણ ધટનાની તપાસ માટે દોડી આવ્યા હતા

SHARE
Previous article24-AUG-2024
Next article25-AUG-2024