Home Current ભુજના ભીડ વિસ્તારમાં મોડી રાતે લાગેલી આગે સર્જ્યો ચિંતાનો માહોલ

ભુજના ભીડ વિસ્તારમાં મોડી રાતે લાગેલી આગે સર્જ્યો ચિંતાનો માહોલ

1443
SHARE
ભુજના ભીડ વિસ્તારમાં આવેલા સાંકળવારા પીરની મસ્જિદ સામે આવેલા ચબુતરા પાસેના
વિસ્તારમાં મંગળવારે રાત્રે 12.30 વાગ્યાના અરસામાં લાગેલી આગે દહેશત સર્જિ હતી
એકાએક લાગેલી આગ જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું આસપાસ રહેતા લોકો
સહિત રાત્રી પેટ્રોલિંગમાં ફરજ પર રહેલા હોમગાર્ડ અને પોલીસ કર્મીઓએ નગરપાલિકાના
ફાયર બ્રિગેડને જાણ કરતા પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને
આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા  આગ જ્યાં લાગી હતી ત્યાં લાકડા અને કાટમાળનો જથ્થો વધુ પ્રમાણમાં હોતા આગ  વધુ ઝડપે ફેલાઈ હતી આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ  પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટશર્કિટ કારણભૂત હોઈ શકે ખરો અંદાજ તો આગ સંપૂર્ણ  બુઝાયા બાદ આવી શકે એમ છે એકન્દરે આ આગ લાગી ત્યારથી એક કલાક દરમ્યાન
પાલિકાના અગ્નિશમન દળના બે ટેન્કરોએ બે વખત સતત પાણીનો મારો ચલાવીને  આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે રાત્રીના 2 વાગ્યા સુધી પણ આ કાર્યવાહી  ચાલુ રહી છે આ લાગવા પાછળના કારણો અને કોની માલિકીની જગ્યા પર આ ઘટના બની એનું કારણ અને સંપૂર્ણ વિગતો સવારે જાણી શકાશે.