Home Current કચ્છમાં 3.7 ના આંચકા બાદ મોડી રાત સુધી અનુભવાયા 5 કંપનો

કચ્છમાં 3.7 ના આંચકા બાદ મોડી રાત સુધી અનુભવાયા 5 કંપનો

756
SHARE

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ગભરાવાની જરૂર નથી : આ પ્રક્રિયાથી થઈ રહી છે ઉર્જા છૂટી 

કચ્છના પેટાળમાં ચાલી રહેલી ભૂગર્ભીય હલચલ આંચકા સ્વરૂપે અવિરત વર્તાઈ રહી છે  છેલ્લા કેટલાય સમયથી દરરોજના બે થી વધુ આંચકાઓ સિસ્મોલોજી કચેરીમાં નોંધાતા રહ્યા છે 1.2 થી 2ની તીવ્રતા ના આંચકાઓ સામાન્ય રહ્યા છે આ આફ્ટરશૉકનાં અવિરત દોર વચ્ચે મંગળવારે સાંજે 7ને 34 મિનિટે ફરી 3.1નો આંચકો નોંધાયો હતો જે રાપરથી  21 કિ.મી. પશ્ચિમ દિશાએ 20.8 કિલોમિટર ની ઊંડાઇએ હોવાનું ગાંધીનગર સ્થિત કચેરીએ નોંધાયું હતું  ત્યારબાદ ફરી પાછો એજ લોકેશન પર 9 ને 14 મિનિટે 12 કિલોમીટરની  ઊંડાઇએ 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જયારે 11 ને 51 મિનિટે ભુજથી  8 કિલોમીટરે 1.5 નું કંપન નોંધાયું હતું જેની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ છે. આ ત્રણ  આંચકાઓ બાદ અન્ય ત્રણ કંપનો ભચાઉ,દુધઈ અને ધોળાવીરાના લોકેશન પર નોંધાયા છે આ આફ્ટશોકથી કોઈ નુકશાનના અહેવાલ નથી પરંતુ લોકોમાં છુપા ભયની સાથે એકંદરે સતત અનુભવાઈ રહેલા આ કંપનોથી લોકોમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે
ભૂકંપ બાદ સજ્જ બનેલી ટેક્નોલોજી અને ભૂસ્તરીય અભ્યાસ ના અનુભવે મળતી વિગતો અનુસાર આ કંપનો દ્વારા એનર્જી રિલીઝ થતી હોવાનું અનુમાન અને દાવો કરાય છે પરંતુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ સહિત કચ્છના અલગ અલગ લોકેશન પર નોંધાતા આવા અવિરત આંચકાઓ માટે કઈ ફોલ્ટ લાઈન જવાબદાર છે એ જાણવું પણ જરૂરી છે. કેટલાક હળવી માત્રામાં આવતા કંપનો ઓછી ઊંડાઇએ હોતા એની અસર પશુઓ અનુભવતા જોવા મળે છે ખાસ કરીને રાત્રીના સમયમાં આવતા આંચકાઓ પશુઓને અનુભવાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે  જયારે બહુમાળી ઇમારતમાં રહેતા લોકો સિવાય અન્ય લોકોને માધ્યમોમાં આવતા સમાચારોથી ખબર પડે છે એ હકીકત છે.
સરકાર દ્વારા ચાલતા સંશોધનો અને અભ્યાસ સાથે કાર્યરત અલાયદા વિભાગ દ્વારા લોકો અને માધ્યમોને અપાતી માહિતી આવકાર્ય છે પરંતુ સ્થાનિકે આ બાબતે કોઈ જ વ્યવસ્થા નથી એવી લોકોની ફરિયાદ છે ગાંધીનગર અને દિલ્હી થી ઉપલબ્ધ થતી માહિતી સ્થાનિકે પણ ઉપલબ્ધ થાય એ જરૂરી છે કચ્છના ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓના જણાવ્યા અનુસાર માહિતી માટે 24 કલાક હેલ્પ લાઈન કે ટોલફ્રી નંબરની વ્યવસ્થા હોવી જોઈએ.