આગમી 14 એપ્રિલે કચ્છના સામખીયાળી નજીક ચક્કાજામ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંગળવારે જીજ્ઞેશ મેવાણી કચ્છ આવ્યા હતા. જેના ભાગરૂપે વિવિધ સમાજ અને લોકો સાથે તેઓએ બેઠક કરી હતી સાથે સાથે જમીન હક્ક માટે લડતા રાપરના પરિવારની ઉપવાસી છાવણી પર મુલાકાત સાથે તેમને હક્ક અપાવવાની ખાતરી આપી હતી. જો કે પોતાના એક દિવસના કાર્યક્રમને અચાનક તેઓએ લંબાવી 2 દિવસ કરી નાંખ્યો છે. ગઇકાલે કચ્છના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે મુસ્લિમ અને દલિત સમાજના આગેવાનો સાથે બેઠકો યોજ્યા બાદ ભચાઉમા એક સભામાં હાજરી આપી જીજ્ઞેસ મેવાણી પરત ફરવાના હતા. પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર થયો અને આજે પણ જીજ્ઞેશ મેવાણી કચ્છમાં છે. અને ભુજોડી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા સાથે રાપરમાં દલિત સમાજના જમીન હક્કના પ્રશ્નોને લઇ તે સ્થાનીક મુલાકાતે જશે જો કે આ બે દિવસના કાર્યક્રમોમાં કચ્છના અનેક પ્રશ્નો તેમની સમક્ષ લોકોએ મુક્યા છે. અને જેના ઉકેલ માટે જીજ્ઞેશ મેવાણીએ તેને ટેકો આપી ઘટતું કરવાની ખાતરી આપી છે. ટુંકમાં કચ્છની સમસ્યા અને લોકોના તેમના પ્રત્યેના પ્રેમથી તેમનો કચ્છ પ્રવાસ લંબાયો છે.
10થી18 એપ્રીલ વચ્ચે કચ્છમાં ચાર દિવસનો જીજ્ઞેશનો પડાવ
10 તારીખે કચ્છ આવેલા જીજ્ઞેશ મેવાણીએ વિવિધ કાર્યક્રમ સાથે સ્થાનીક લોકોના પ્રશ્નો બાબતે તેની સાથે મુલાકાત કરી હતી. જો કે માત્ર આ બે દિવસ નહી પરંતુ આગામી બે સપ્તાહમાં તે હજુ બે દિવસ કચ્છમાં આવશે 14 તારીખે સામખીયાળી નજીકના ચક્કાજામના કાર્યક્રમમાં અને 18 તારીખે મુસ્લિમ સમાજના સંભવીત અનશનના કાર્યક્રમમાં, આમ ટુંકા ગાળામા તે કચ્છમાં ઘણા કાર્યક્રમો આપશે.
જીજ્ઞેશના પ્રવાસથી તંત્ર એલર્ટ
સરકાર પર સીધા પ્રહારો સાથે દલિતોના હક્કો માટે સ્પષ્ટ નિવેદનો આપવા માટે ટેવાયેલા જીજ્ઞેશ મેવાણીની કચ્છ મુલાકાતથી વહીવટી તંત્ર એલર્ટ પર છે. એક તરફ તેમની મુલાકાત સાથે પોલિસ એલર્ટ પર છે. તો બીજી તરફ દલિતોના જમીના પ્રશ્નો સહિત મળી રહેલી રજુઆતો અને તેની બેઠકો પર તંત્ર બારીકાઇથી નઝર રાખી રહ્યુ છે.