ચૈત્રની ગરમી વચ્ચે છેલ્લા ચાર દિવસથી કચ્છમાં વાતાવરણ પલટાયેલું રહ્યું છે રણકાંધી સહિતના બન્ની, ખાવડા, નિરોણા પંથકમાં વરસાદ અને કરા પડવાના અહેવાલો વચ્ચે બુધવારે બપોર બાદ ભુજમાં પણ ગાજ વીજ અને પવન સાથે ઝાપટા અને કરા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ગરમીના અહેસાસ વચ્ચે પડેલા આ ઝાપટાથી પશુ પક્ષીઓ સહિત લોકોમાં રાહતનો અહેસાસ જોવા મળ્યો હતો બાળકો પણ વહી નીકળેલા પાણીમાં વરસાદની સીઝન જેવી મોજમાં જોવા મળ્યા હતા ભુજ સહિત માંડવી, ગાંધીધામ, આડેસર વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા છેલ્લા ચાર દિવસથી કચ્છમાં પલટાયેલા હવામાનથી ક્યાંક ઝાપટાં રૂપે તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો છે જે ચૈત્રની ગરમીમાં થોડી રાહત ચોક્કસ આપી છે
પૂર્વ કચ્છમાં પણ કમોસમી વરસાદ
બુધવારે બપોર બાદ પૂર્વ કચ્છ-ગાંધીધામમાં ગોરંભાયલા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો બપોરે ગરમીભર્યા વાતાવરણમાં અચાનક વાદળો ઉમટી પડ્યા હતા. જેને કારણે સુરજ પણ ઢંકાઈ જતા ગરમીનો પારો નીચે આવ્યો હતો. ધીમે ધીમે નાના ટીપાંથી શરૂ થયેલા વરસાદથી રસ્તાઓમાં પાણી વહી નીકળતા હતા. અપર એર સિસ્ટમને કારણે ચૈત્રમાં ભાદરવા જેવો માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે
ઝાડ પડ્યા : વીજ પુરવઠો ખોરવાયો
તોફાની પવન સાથે પડેલા ઝાપટાંની સાથે સાથે ભુજમાં ઝાડ પડવાના અહેવાલો છે કેટલીક જગ્યાએ વીજ થાંભલામાં પાણી ની અસરથી ડીપી માં સ્પાર્ક થયાની ઘટના બની હતી મળતાં અહેવાલો અનુસાર રાજ્યભરમાં મોસમમાં પલટો આવ્યો છે અને વરસાદી ઝાપટાં અને કરા રૂપે વરસાદે હાજરી નોંધાવી છે.