અગાઉ પણ રાપરમાં રખડતા આંખલા એ આતંક મચાવી લોકોના જીવ લીધા છે ત્યારે રાપર ના અયોધ્યાપુરી મા આંખલા ના ઝગડા મા રાપર લોહાણા મહાજનના ઉપ પ્રમુખનુ મોત થતાં શોક સાથે અરેરાટી
રાપર શહેરમા નગરપાલિકા ના પાપે રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.છેલ્લા કેટલાક મહિનામા ત્રણ લોકો ના મોત આંખલા ના ઝગડા મા થયા છે. તે વચ્ચે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે ત્રણ આંખલા ના ઝગડા મા રાપર લોહાણા મહાજન ના ઉપ પ્રમુખ વસંત દયારામ ભાઇ ઠક્કર ઉર્ફે બકાભાઈ ઉ.વ.55 નુ મોત થયું છે તેઓ રાપર દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકા ના માજ પ્રમુખ પ્રવિણભ ઠક્કર ના નાના ભાઇ અને હાલ રાપર લોહાણા સમાજ ના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા વસંત ઠક્કર ને સાંજે સાત વાગ્યા ની આસપાસ અયોધ્યાપુરી મા રખડતા આંખલા ઝગડી રહ્યા હતા ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહ્યા હતા જેમાં આંખલા એ વસંતભાઈ ને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ માટે ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઈજાઓ ને પગલે વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખ દ નિધન થયું હતું વસંત ઠક્કર ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે ધરોબો ધરાવતા જેના મોતના સમચાર થી સમગ્ર પંથકમાં શોક સાથે રોશ ફેલાયો છે.રાપર શહેર મા રખડતા ઢોરો અને આંખલા પકડવાનુ નગરપાલિકા દ્વારા માત્ર નાટક કરવામાં આવે છે. તે આ ઘટના પરથી ફરી એક વાર લોક મુખે ચર્ચાઈ રહ્યું છે રાપર શહેર મા રખડતા ઢોરો અને આંખલા રાપર શહેરમા જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થાના છે આ સંસ્થા દ્વારા રખડતા ઢોરો અને આંખલા રાખવા મા આવતા નથી છેલ્લા બે માસ મા ત્રણ લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંત ઠકકર આમ ત્રણ ના મોત થયા છે તો અસંખ્ય લોકો અંખલા ની લડાઈ માં ઈજાગ્રસ્ત બન્યા હશે.રાપર શહેર ના તમામ સાતે સાત વોર્ડ મા રખડતા આંખલા અને ઢોરોની સંખ્યા મોટી છે ત્યારે રાપર શહેર મા રખડતા આંખલા અને ઢોરો ના લીધે લોકોના મોત અને ઇજાઓ અંગે રોષ ની લાગણી ફેલાઈ છે. અને એ મામલે કડક કાર્યવાહી કરી શહેર ને આ સમસ્યા થી કાયમી મુક્તિ મળે તેવી લોકોની અપેક્ષા છે હાલ રાપરમાં આગેવાનના મોત થી શોક સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે બનાવ સંદર્ભે જવાબદાર તંત્ર એ વધુ માહિતી મેળવવા પ્રયત્ન શરૂ કર્યા છે આ મામલે રાજકીય સામાજિક આગેવાનો પણ ગંભીર બની કાર્યવાહી માટે તાકીદ કરે તે જરૂરી બન્યું છે