કચ્છના લોકો કહે છે. નેતાઓ બોલતા નથી નેતાઓ કહે છે. ઉપર તેમનુ કોઇ સાંભળતુ નથી કચ્છમાં હાલ આ મુદ્દો ચર્ચામા છે તે વચ્ચે ભુજ બેઠકના ધારાસભ્યનો એક વિડીયો હાલ ભારે ચર્ચામા છે. જેમાં સ્કુલના ઉદ્દધાટન સમયે જ ધારાસભ્યએ નબળા કામ મુદ્દે કોન્ટ્રાક્ટરનો જાહેરમાં ઉધડો લીધો હતો. અને સરકારી કામમાં આવુ ન ચાલે તે સહિતની ટકોર કરી હતી
ભુજના ધારાસભ્ય આમતો આખા બોલા હોવાની છાપ ધરાવે છે. કેટલાય કિસ્સાઓમાં તેઓએ રોકડુ પકડાવ્યુ હોવાના દાખલા છે. હા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ અને કામોમાં ભષ્ટ્રાચાર મુદ્દે તેઓ આંખા આડા કાન કરે છે. પરંતુ ભુજ નજીક બનેલી એક સરકારી સ્કુલના કામમાં મુલાકાત દરમ્યાન નબળુ કામ ધ્યાને આવતા જાહેર મંચ પરથી કામ કરનાર લોકોને ધારાસભ્ય કેશુભાઇએ ઉધડો લીધો હતો. જે સાંભળી ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા તો કામ કરનાર માનીતા કોન્ટ્રાક્ટર સોભનીય સ્થિતીમાં દેખાયા હતા હા એ અલગ વાત છે. કે જાહેરમાં જે કામ નબળુ હોવાનો ધારાસભ્યએ સ્વીકાર્ય કર્યો તે કામ કરનારો સામે હજુ કોઇ કાર્યવાહી થઇ નથી પરંતુ વિડીયો સરકારી કામોમાં કેવી લોલમલોલ હાલ છે. તેનો જીવતો-જાગતો પુરાવો છે.
હવે બ્લેક લીસ્ટ કરીશુ આવુ કામ ન હાલે
વાત જાણે એમ છે કે ભુજ તાલુકાનાં ખારી ગામે સરકારી માધ્યમિક શાળાનું રૂ.૨.૬૬ કરોડનાં ખર્ચે નવું બિલ્ડિંગ બન્યું છે. તે બિલ્ડિંગનું લોકાર્પણ કરવા ભુજના ધારાસભ્ય કેશુ પટેલ પહોંચ્યા હતા. લોકાર્પણ પહેલા નવા બિલ્ડિંગના ભવનની મુલાકાત લેતાં પિલ્લરના થયેલા નબળા કામ અને કેટલીક અધુરાશો કેશુ પટેલના ધ્યાને આવી હતી બસ પછી શુ કાર્યક્રમના જાહેર મંચ પરથી કેશુ પટેલે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. નબળા પિલર,કોમ્પ્યૂટર રૂમમાં હંગામી ટેબલ અને આવીતો અનેક અધુરાશો જણાતા ગ્રામજનો અને અગ્રણી લોકોની હાજરીમાં નબળા અને અધૂરા કામને લઈને કોન્ટ્રાક્ટરનું રીતસરનું પૂછાણું લીધું હતું. અને હવે પછી આવુ થયુ તો એજન્સીને બ્લેક લીસ્ટમાં નાંખવા સુધીની વાત કરતા મંચ પર ફફડાટ ફેલાયો હતો.
આવુ કામ ન હાલે કચ્છ ભૂકંપ ઝોનમાં !
જો કે ધારાસભ્ય અટક્યા ન હતા અને પોતે કેટલીક બાબતોના જાણકાર હોઇ સ્કુલના થયેલા કામમાં અધુરાશો હવે કેમ દુર થશે તેવા સવાલો પણ કોન્ટ્રાક્ટરને પુછ્યા હતા સાથે એવી પણ ટકોર કરી હતી કે, કચ્છ ભૂકંપ ઝોન-પમાં આવે છે, આવા નબળા કામ ચાલે નહીં. સાથે એક મહિનામાં તમામ અધૂરા અને નબળા કામ પૂર્ણ થઈ જવા જોઈએ તેવી તાકીદ પણ કરી હતી અને શાળા બિલ્ડિંગનું કામ અધૂરું હોય તો લોકાર્પણ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ તેવું સ્પષ્ટ કર્યુ હતુ. કેશુ પટેલે જાહેરમાં લીધેલા ક્લાસનો વિડીયો જો કે સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે.
હવે શુ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે?
નવાઇ વચ્ચે જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો આ કાર્યક્રમ સમયે હાજર હતા તો શિક્ષણ વિભાગના જવાબદારો પણ કાર્યક્રમમાં સામેલ હતા પરંતુ નવાઇ વચ્ચે હજુ સુધી નબળુ કામ કરનાર સામે કોઇ પગલા લેવાયા હોય તેવુ ધ્યાનમાં આવ્યુ નથી. ધારાસભ્ય કેશુ પટેલે કરેલી ટકોર ખુબ ગંભીર છે તેવામાં અધુરા કામો ભલે પુરા થાય પરંતુ જે નબળા કામો થયા છે. તે અંગે જવાબદાર સામે શુ કાર્યવાહી થશે તે જોવુ પણ અગત્યનુ રહેશે કેમકે જ્યા ધારાસભ્ય કહેતા હોય કે કામ નબળુ થયુ છે. તેવામાં કોન્ટ્રાક્ટર સામે પગેલા લેવા જરૂરી બન્યા છે. આ અંગે જીલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો પરંતુ થઇ શક્યો ન હતો
કચ્છમાં આવા રોડ-રસ્તાથી લઇ અનેક કામો છે જ્યા ભષ્ટ્રાચાર અને મીલીભગતથી નક્કી ગુણવત્તા કરતા નબળુ કામ કરાય છે અને લોકોને તેનો લાભ મળવો જોઇએ તેટલો મળતો નથી ધારાસભ્યએ જાહેરમાં આવી પોલ ખોલી દાખવેલી હિંમત ખરેખર પ્રસંશનીય છે. પરંતુ હવે સરકારના કરોડો રૂપીયાના કામમાં કટકી કરી નબળી ગુણવત્તાનુ કામ કરતા જવાબદારો સામે શરમ મુકી જવાબદાર તંત્રએ પગેલા લેવાની જરૂર છે. એ નક્કી..તો ધારાસભ્યએ પણ માત્ર બોલાને નહી પરંતુ આવા મામલામાં કડક કાર્યવાહી થાય તે માટે પણ જાહેરમાં આગળ આવવાની જરૂર છે.